પત્ની અને દીકરાની હત્યા કરી વેપારી થયો ફરાર, પછી સંબંધીઓને કર્યો મેસેજ, ‘આ બધુ મેં મારી…’

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ અંગત અદાવતમાં હત્યા કરી દેતુ હોય છે, તો ઘણીવાર કોઇ માનસિક હેરાનગતિ કે આર્થિક સંકળામણને કારણે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પત્ની અને પુત્રની હત્યા કરી હતી અને તે બાદ પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આર્થિક સંકડામણના કારણે તેણે પત્ની અને પુત્રની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો પરંતુ પોલીસે તે પહેલા જ તેને પકડી લીધો.

ગીતા કોલોનીમાં રહેતા સચિને તેની પત્ની અને પુત્રની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સચિને તેની પત્ની અને 15 વર્ષના પુત્રને ઝેર આપીને મારી નાખ્યા અને પછી ભાગી ગયો. ગુનો કર્યા બાદ આરોપી સચિને એક મેસેજ પણ મોકલ્યો જેમાં તેણે કહ્યું હતુ કે તે પણ મરી જવાનો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે સચિન આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તેણે પત્ની અને પુત્રની હત્યા કરીને આત્મહત્યા કરવાની વાત કરી હતી. પરંતુ તે આત્મહત્યા કરે તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ડીસીપી પણ ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પોલીસને બપોરે 3.40 વાગ્યે સમાચાર મળ્યા કે એક વ્યક્તિ તેના પુત્ર અને પત્નીની હત્યા કરીને ભાગી ગયો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જોયું કે કંચન અરોરાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. કંચન અરોરાની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે જ્યારે તેના પુત્રનો મૃતદેહ જમીન પર પડ્યો હતો.

15 વર્ષનો દીકરો ભણતો હતો. પોલીસે પંચનામા કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જેથી હત્યા કેવી રીતે કરવામાં આવી તે જાણી શકાય. પોલીસને શંકા છે કે કોઈ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું હતું. જે બાદ ઓશીકા વડે મોઢુ દબાવવામાં આવ્યુ હતુ. પત્ની અને પુત્રની હત્યા પહેલા સચિને તેના સંબંધીઓને મોબાઈલ પર એક મેસેજ પણ મોકલ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ બધુ તેણે પોતાની મરજીથી કર્યુ છે.

પોલીસ આરોપી સચિનની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે. આ હત્યા કયા સંજોગોમાં થઈ છે, તે કયા લોકોના દેવાદાર હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે કેવા પ્રકારની આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો કે હત્યા પાછળ કોઈ અન્ય કારણ છે. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દિલ્હીના ગીતા કોલોની વિસ્તારનો છે.

Shah Jina