આ વ્યક્તિના અક્ષર તો જાણે મોતીના દાણા, વીડિયો જોઈને લોકોએ કહ્યું…”સીધુ પ્રિન્ટિંગ મશીનમાંથી પ્રિન્ટ થતું હોય તેમ દેખાય છે !” જુઓ

આજે જમાનો મોબાઈલનો આવી ગયો છે જેના કારણે હાથથી લખવાનું ઘણું કામ જાણે કે ઓછું થઇ ગયું હોય એમ લાગે છે. છતાં પણ ભણતા હોઈએ ત્યારે પરીક્ષામાં લખવું પડતું હોય છે. તમે પણ આ તબક્કામાંથી પસાર થયા હશો કે હજુ પણ એ તબક્કામાં જ હશો. ત્યારે આ દરમિયાન તમારા અથવા તમારી સાથેના લોકોના તમે અક્ષર જોયા હશે, જેમાં કેટલાકના એટલા ખરાબ હોય છે કે કઈ લખેલું પણ વંચાય નહિ, જયારે કેટલાકના એટલા બધા સારા હોય છે કે એ જોઈને આપણે તેને મોતીના દાણા જેવા અક્ષરો પણ કહેતા હોઈએ છીએ.

ત્યારે હાલ આ કડીમાં હવે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પેન વડે કંઈક લખી રહ્યો છે. પરંતુ આ વ્યક્તિનું લખાણ એવું છે કે કોમ્પ્યુટર પર કંઈક લખાયેલું છે. લોકો તેના લખાણના ચાહક બની ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના હાથથી પેન વડે કંઈક લખતો જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળે છે કે આ વ્યક્તિ ખૂબ જ સુંદર લખાણ લખી રહ્યો છે. એવું લાગે છે કે તે પ્રિન્ટિંગ મશીનને પણ નિષ્ફળ કરી રહ્યો છે. તેમણે દરેક શબ્દ શ્રેષ્ઠ રીતે લખ્યો છે જેને જોઈને દરેકને નવાઈ લાગે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિ પેન વડે સાદા સફેદ કાગળ પર કેટલીક લાઈનો લખી રહ્યો છે અને તેણે ઘણી લાઈનો લખી પણ લીધી છે.

આશ્ચર્યની વાત એ છે કે તેના શબ્દો પણ એવા જ છે. મતલબ કે જો તે એક જગ્યાએ Y શબ્દ લખી રહ્યો છે, તો તે બીજી જગ્યાએ Y શબ્દ બરાબર એ જ રીતે લખી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોના અંતમાં આ વ્યક્તિ અંગ્રેજીમાં Beautiful શબ્દ પણ લખે છે. તેણે આ શબ્દ પણ ખૂબ સરસ લખ્યો છે. એક યુઝરે લખ્યું કે મેં આજ સુધી આવું શાનદાર લખાણ ક્યારેય જોયું નથી. સાથે જ એક યુઝરે એમ પણ લખ્યું કે કાશ હું પણ આવું લખી શકત. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

Niraj Patel