આ દાદા દાદીના પ્રેમે તો દિલ જીતી લીધા.. દાદાએ એમના બીમાર પત્નીને એવા પ્રેમથી ખવડાવ્યું કે જોઈને તમે પણ ગદગદ થઇ જશો.. વાયરલ થયો વીડિયો
ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વીડિયો એવા પણ હોય છે જે દિલ જીતી લેતા હોય છે. ખાસ કરીને એક ઉંમર વટાવી ચૂકેલા વૃદ્ધનો વીડિયો સામે આવે છે ત્યારે આંખો પણ ભીની થઇ જતી હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે.
કોઈની કાળજી લેવી એ પ્રેમ બતાવવાની એક સરસ રીત છે. પ્રેમમાં જોડાણ તમારા વર્તનથી જ દેખાય છે. આવું જ એક દ્રશ્ય ટ્રેનની અંદર એક વૃદ્ધ દંપતી વચ્ચે જોવા મળ્યું, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ પોતાની બીમાર પત્નીને ટ્રેનમાં પોતાના હાથથી ખોરાક ખવડાવી રહ્યા હતા. આ વાયરલ વીડિયો તમારા હૃદયને ચોક્કસ સ્પર્શી જશે. આ જોઈને તમારી આંખો પણ ભીની થઈ શકે છે.
વીડિયો જોઈને લાગે છે કે કોઈ પેસેન્જરે ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કર્યો છે. સિંગર અને ઈન્ડિયન આઈડલ 5ના રનર અપ રાકેશ મૈની દ્વારા 12 એપ્રિલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. ટ્રેનમાં વૃદ્ધ દંપતીને જોયા બાદ તેણે પોતાનો અનુભવ શેર કર્યો. ક્લિપની શરૂઆત વૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે જ્યારે તે ટ્રેનની અંદર તેની પત્ની સાથે સામસામે બેઠો હતો અને બ્રેડનો ટુકડો પકડીને ધીમે ધીમે તેની બીમાર પત્નીને ખવડાવતો હતો.
તે દરેક બટકા પછી રાહ જુએ છે જેથી વૃદ્ધ સ્ત્રી આરામથી પાછલું એક બાઈટ ખાઈ શકે. વૃદ્ધ માણસ પત્નીનું મોં પણ સાફ કરે છે. તેઓ એકબીજા સાથે નાની નાની વાતો કરે છે. ઈન્સ્ટાગ્રામ વીડિયોના કેપ્શનમાં જોવા મળે છે કે વૃદ્ધ વ્યક્તિએ તેને માત્ર ખાવાનું જ નથી ખવડાવ્યું પરંતુ તેની સાથે વોશરૂમમાં પણ ગયો અને પાર્ટનરને સૂવા માટે બેડ પણ બનાવ્યો હતો.
View this post on Instagram
ઘટનાનું વિગતવાર વર્ણન કરતાં રાકેશે લખ્યું, “ગઈ રાત્રે મેં આ માણસને તેની બીમાર પત્નીનો હાથ પકડીને ટ્રેનમાં ચડતો, ક્યારેક તેને ખવડાવતો અને ક્યારેક તેને ટોયલેટમાં લઈ જતા જોયો. રાત્રે તેનો બેડ બનાવ્યો અને તેને કોઈ પણ જાતની તકલીફ વિના ખૂબ જ પ્રેમથી સૂઈ ગયો.