લીંબુની ખેતી: પિતાની મોત પછી બિઝનેસ છોડીને શરૂ કરી ખેતી, દરેક અધધધધ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે અભિષેક

ભણી ગણીને કેટલું કમાશો તમે ? આ જુઓ ખુદ્દાર કહાની:પિતાની મૌત પછી બિઝનેસ છોડી શરૂ કરી લીંબુની ખેતી, દરેક વર્ષે અધધધધ લાખનો નફો

કહેવાય છે કે જો મન મક્કમ હોય અને જુસ્સાથી ભરેલું હોય તો કોઈપણ કામ અશક્ય નથી. લોકો સફળ થવાના ઘણા સપનાઓ જોતા હોય છે પણ અફસોસ કે દરેકના સપનાઓ પૂર્ણ થતા નથી. સપનાઓ પૂર્ણ કરવા માટે પોતાની જાત પર વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. જો પોતાની જાત પર જ વિશ્વાસ ન હોય તો સહેલું કામ પણ અઘરું લાગવા લાગે છે. પ્રયત્ન કરીશું તો જ સફળતા-અસફળતાની જાણ થશે, નસીબના ભરોસે બેસી રહેવા વાળાને કઈ નથી મળતું.

આવું જ ઉદાહણ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેનારા અભિષેક જૈનનું છે, જે ખેતીના માધ્યમથી લાખોની કમાણી કરી રહ્યા છે. આવો તો જાણીએ અભિષેની સફળતાની કહાની જે તમને પણ પ્રેરણા અને પ્રોત્સાહનથી ભરી દેશે. કોણ કહે છે ખેતી દ્વારા કમાણી ન થઇ શકે?આજે અભિષેક ખેતી દ્વારા લાખોની કમાણી કરે છે. એ તો બધા જાણે જ છે કે હાલના સમયમાં ઉનાળામાં સૌથી જરૂરી એવા લીંબુની કિંમત સાતમા આસમાને પહોંચી છે.

એવામાં અભિષેક લીંબુની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.ગ્રેજ્યુએટ થયેલ અભિષેક ખેડૂત પરિવારથી સંબંધ ધરાવે છે અને તેનો શરૂઆતનો અભ્યાસ ગામમાં જ થયો હતો. જેના પછી તેને બીકોમમાં એડમિશન લીધું કેમ કે તે આગળ જઈને પોતાનો બિઝનેસ કરવા માંગતો હતો.ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી અભિષેકે માર્બલનો બિઝનેસ શરૂ કર્યો જેમાં સારી એવી કમાણી થઇ રહી હતી પણ વર્ષ 2007માં તેના પિતાનું નિધન થઇ ગયું.

અભિષેક બે ભાઈઓમાં મોટા હતા માટે પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી,  એવામાં ગામથી બહાર જઈને બિઝનેસ શરૂ કરવો તેના માટે મુશ્કિલ હતો. જેના પછી અભિષેકે 2008માં બિઝનેસ છોડી દીધો અને ખેતીને જ પોતાની કારકિર્દી બનાવી લીધી.આજે તે 6 એકર જમીન પર લીંબુ અને જામફળની ખેતી કરી રહ્યા છે. જેનાથી વર્ષનો લાખો રૂપિયાનો નફો થઇ રહ્યો છે. અભિષેક માટે શરૂઆતનો સમય થોડો મુશ્કેલી ભર્યો રહ્યો હતો પણ તે અભિષેકનું જૂનુન જ હતું કે લીંબુની ખેતીએ તેના જીવનને બદલીને રાખી દીધું. અભિષેકે એક ન્યુઝ ચેનલ સાથે પણ વાતચીત કરી હતી અને પોતાની અત્યાર સુધીની સફર જણાવી હતી.

અભિષેક પોતાના બગીચામાં મુખ્ય રૂપે લીંબુ અને જામફળની ખેતી કરે છે. જેમાં 800 જેટલા પ્લાન્ટ જામફળ અને 550 જેટલા પ્લાન્ટ લીંબુના છે. જામફળની ખેતી દ્વારા તે ત્રણ લાખ અને લીંબુની ખેતી દ્વારા તે 6 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. અભિષેકે જણાવ્યું કે લીંબુની ખેતીમાં ખુબ મોટી સમસ્યા થાય છે કેમ કે ઘણીવાર પૂરો પાક બજારમાં વેંચાઈ નથી શકતો, એવામાં મોટું નુકસાન થાય છે. જેના પછી અભિષેકને વધેલા લીંબુનું અથાણું બનાવવાનો વિચાર આવ્યો. અભિષેક 2017થી લીંબુનું અથાણું બનાવીને વહેંચી રહ્યા છે, દરેક વર્ષે તે 2 હજાર કિલો અથાણાની વહેંચણી કરે છે.પરિવારના સહિયોગથી તે ખેતી કામ કરવામાં ખુબ સફળ રહ્યા.

Krishna Patel