વરરાજાના મિત્રએ લગ્નના સ્ટેજ પર જ બતાવી પોતાની તાકાત, કપાળમાં લીલું નારિયેળ પછાડીને કાઢ્યું અંદરથી પાણી, લોકો રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો
Man Broke Coconut With Head : દેશભરમાં ચાલી રહેલી લગ્નની સીઝન વચ્ચે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. આ દરમિયાન વર કન્યાના મિત્રો પણ સ્ટેજ પર મસ્તી મજાક કરતા જોવા મળે છે, તો ઘણીવાર ગિફ્ટમાં પણ એવી એવી વસ્તુઓ આપતા હોય છે કે લોકોના હસી હસીને પેટ પણ દુઃખી જતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ પોતાના માથાથી નારિયેળ તોડતો જોવા મળી રહ્યો છે.
કપાળથી ફોડ્યું નારિયેળ :
ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ કપાળમાંથી નાળિયેર તોડીને વર-કન્યાને તેનું પાણી પીવડાવ્યું. હવે તેની બેજોડ તાકાત અને અનોખી શૈલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો યુટ્યુબ ચેનલ @RajbharVeer પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને છ કરોડથી વધુ વ્યૂઝ અને 18 લાખ લાઈક્સ મળ્યા છે. તેમજ લોકો વ્યક્તિના મજબૂત કપાળના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે ભાઈએ દિલ જીતી લીધું.
વર-કન્યાને પીવડાવ્યું પાણી :
આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ધર્મેન્દ્ર સ્ટેજ પર વર-કન્યા સાથે ઉભા છે. તેના હાથમાં લીલું નાળિયેર છે. અચાનક તે નાળિયેર તેના કપાળ પર જોરથી મારવા લાગે છે. ત્રણથી ચાર વાર આમ કરવાથી નાળિયેર ફૂટી જાય છે અને પાણી નીકળવા લાગે છે. આ પછી, તેણે બે અલગ-અલગ ગ્લાસમાં નાળિયેરનું પાણી કાઢ્યું અને બંને ગ્લાસ વર-કન્યાને પીવા માટે આપ્યા. આ જોઈને ત્યાં બેઠેલા સૌ કોઈ હેરાન રહી ગયા.
લોકો રહી ગયા હેરાન :
મીડિયા રિપોર્ટ અનુસાર, કપાળ પરથી નારિયેળ તોડનાર વ્યક્તિનું નામ ધર્મેન્દ્ર રાજભર છે. તે ઉત્તર પ્રદેશના બહરાઈચનો રહેવાસી છે. થોડા સમય પહેલા તેણે 1.25 મિનિટમાં 211 નારિયેળ હાથથી તોડ્યા હતા. તે એક મિનિટમાં 251 નારિયેળ તોડીને રેકોર્ડ બનાવવા માંગે છે. આ સાથે તે માથાથી નાળિયેર તોડવાનો રેકોર્ડ પણ બનાવવા માંગે છે, જેના માટે તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને હા, ધર્મેન્દ્રની ખાસિયત એ છે કે તેઓ જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમમાં જાય છે ત્યારે તેમના માથા પર નાળિયેર તોડીને બધાને ચોંકાવી દે છે.