રોડ પર લારી લઈને ફ્રૂટ વેચી રહી હતી વૃદ્ધ મહિલા, ત્યારે જ ત્યાં આવ્યો એક સરદારજી અને એવી રીતે કરી મદદ કે વીડિયો તમારું દિલ જીતી લેશે, જુઓ

આવા લોકોના કારણે જ આજે પણ માનવતા જીવે છે, વૃદ્ધ મહિલાને ફ્રૂટ વેચતી જોઈને આ વ્યક્તિનું હૃદય પીગળ્યું અને પછી કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે સલામ, જુઓ વીડિયો

Man bought all the fruits of the old lady : ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે તેમને ઉંમરનો એક પડાવ વીત્યા પછી પણ કામ કરવું પડતું હોય છે. તો ઘણા લોકો આવા વૃદ્ધ લોકોની મદદે પણ આવે છે અને તેના માટે પોતાના બનતું કરતા હોય છે. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે જેમાં લોકો મદદ કરતા જોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સરદારજી એક વૃદ્ધ મહિલાની મદદ માટે આગળ આવે છે.

રસ્તા પર ફ્રૂટ વેચતી હતી મહિલા :

આ વાયરલ વીડિયો પંજાબના લુધિયાણાનો છે. જેમાં એક વ્યક્તિ 62 વર્ષની ફ્રૂટ વેચતી એક મહિલાની મદદ કરતો જોવા મળે છે. તેણે એવું કામ કર્યું કે તેણે લોકોના દિલ જીતી લીધા. સોશિયલ મીડિયા પર લોકો આ વ્યક્તિના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘરે પરત ફરતી વખતે, બિઝનેસ કન્સલ્ટન્ટ અને લુધિયાણા લાઈવના સ્થાપક કવલ છાબરાએ આ મહિલાને લારી પર ફળો વેચતી જોઈ. તે ફળોના ભાવ પૂછવા તેની પાસે આવ્યો અને વાત કરી.

બિઝનેસમેને બધા ફળ ખરીદ્યા :

ત્યારે મહિલાએ જણાવ્યું કે તે આ કામ કરી રહી છે તેને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેણી દરરોજ 12 કલાક લારી પર ફ્રૂટ વેચે છે. જ્યારે મહિલાને તેની રોજની કમાણી વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે અત્યાર સુધી તે રોજના માત્ર 100 રૂપિયા કમાય છે. વૃદ્ધ મહિલાને મદદ કરવા અને તેના ચહેરા પર સ્મિત લાવવા માટે, છાબરા તેના તમામ ફળ રૂ. 3000માં ખરીદે છે.  તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

લોકોએ કર્યા વખાણ :

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો  લોકોએ જોયો છે. કેવલ છાબરાનું આ કામ લોકોને ખૂબ પસંદ આવ્યું. તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ભાઈ તમારા પર ખૂબ ગર્વ છે.’ અન્ય યુઝરે કહ્યું, ‘તમે આને પૈસાનો યોગ્ય ઉપયોગ કહી શકો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘તમે લાંબુ આયુષ્ય જીવો.’ તેવી જ રીતે, આ વ્યક્તિએ રસ્તાના કિનારે ઘરની વસ્તુઓ વેચતા એક વૃદ્ધ વિક્રેતાને પણ મદદ કરી હતી. તેનો આખો સ્ટોક ખરીદી લીધો હતો. એ વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

Niraj Patel