વાયરલ

આ વ્યક્તિએ ભગવાનને કરી ફરિયાદ કે, “લોકડાઉનમાં પત્ની કરે છે ઝઘડો”, તો ભગવાને આપ્યો શાનદાર જવાબ, જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ તો ઘણા વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે. આ કોરોનાકાળમાં ઘણા લોકો ઘરમાં રહ્યા અને આ દરમિયાન ઘણા એવા વીડિયો સામે આવ્યા જે જોઈને આપણે પણ હસવા લાગીએ.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોને બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા પાસે બેસીને પોતાના જીવનની ફરિયાદો કરતો હોય છે, તેની ફરિયાદો સાંભળીને જાણે આકાશવાણી  થતી હોય તેમ ભગવાન જવાબ આપે છે અને તે વ્યક્તિ બધું બરાબર છે તેમ કહીને ભાગતો જોવા મળી રહ્યો છે.

વીડિયોની અંદર તે વ્યક્તિ ભગવાનને ફરિયાદ કરતા જણાવે છે કે, “નોટબંધીમાં નુકશાન થયું, જીએસટીથી તકલીફ છે, વીજળી વાળા હેરાન કરી રહ્યા છે, લોકડાઉન ચાલુ છે, પત્ની ઝઘડો કરે છે…. હું શું કરું ?

ત્યારે જ ઉપરથી અવાજ આવે છે. “જો ભાઈ, તને જો નીચે ના ફાવતું હોય તો ઉપર આવી જા. કોરોના સ્કીમ ચાલુ જ છે.” પછી આ વ્યક્તિ ઉભો થાય છે અને કહે છે, કે, “ના ના પ્રભુ, બધું જ બરાબર છે.” આટલું બોલીને જ તે ચાલી જાય છે. જુઓ તમે પણ આ મજેદાર વીડિયો…