સરદારજીએ ધમાકેદાર અંદાજમાં કર્યો ભાંગડા, IPS અધિકરીએ કહ્યું, “પત્નીના કવોરેનટાઇન થયા પછીનો ઉત્સવ” જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર આમ તો રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે જોઈને આપણો પણ દિવસ બની જાય. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો. તે એટલો ખુલીને ભાંગડા કરી રહ્યો છે કે તેને જોઈને આસપાસ ડાન્સ કરી રહેલા લોકો પણ પાછળ હતી જાય છે.

આ વીડિયોને અલગ અલગ એન્ગલથી શેર કરવામાં આવ્યો છે. લોકોએ આ ડાન્સને એ રીતે જણાવ્યું છે જે જેવી રીતે પત્ની 14 દિવસ ક્વોરેન્ટાઇન થયા બાદ પતિની રિએક્શન હોય. આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે.

આ જૂનો વીડિયો છે, જેને ગયા વર્ષે પણ શેર કરવામાં આવ્યો હતો. અને હવે ફરી આ વીડિયો ચર્ચામાં આવી રહ્યો છે. વીડિયોમાં આ વ્યક્તિ ગજબ અંદાજમાં ભાંગડા કરે છે. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે “આમની પત્ની 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં ચાલી ગઈ છે.” રૂપિન શર્માએ વીડિયો શેર કરતા લખ્યું છે, “ઉત્સવનો સમય”.. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો…

Niraj Patel