આને કહેવાય ગજબનો જુગાડ… ચાર લોકોના પરિવાર માટે નાનું પડી રહ્યું હતું સ્કૂટર, પછી આ ભાઈએ અપનાવ્યો એવો જુગાડ કે… જુઓ વીડિયો

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જોવા મળી જતા હોય છે. દરેક મુશ્કેલીનું સમાધાન આપણા દેશની અંદર મળી જાય. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા જુગાડી વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે, જેમાં ઘણા એવા કારનામા પણ જોવા મળે છે, જે જોઈને જ કોઈપણ હેરાન રહી જાય.

સોશિયલ મીડિયા ઉપર એવા જ એક જુગાડનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે “વાહ શું જુગાડ છે !” ઘણીવાર આપણને પણ એમ લાગતું હોય છે કે બાઈક અને સ્કૂટરની સાઇઝ થોડી મોટી હોવી જોઈએ. ચાલો બાઈક ઉપર તો ત્રણ લોકો સામાન્ય રીતે બેસી શકે પરંતુ સ્કૂટર ઉપર ત્રણ લોકોને બેસવું પણ ખુબ જ કાઠું કામ છે.

ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક ભાઈ આ મુસીબતનો પણ અંત લાવતા જોવા મળે છે. આ ભાઈએ એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયામાં પણ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ભાઈ પોતાના સ્કૂટરમાં એક બીજું પણ સ્કૂટર ફિટ કરાવી દે છે, જેના કારણે તેમના પરિવારના ચાર સભ્યો આરામથી સ્કૂટરની સફર માણી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક ભાઈ સ્કૂટરને ચાલુ કરીને સ્ટેન્ડ ઉપરથી ઉતારે છે. તેમના સ્કૂટરની પાછળ એક બીજું સ્કૂટર પણ જોઈન્ટ કરેલું છે. તે ભાઈ સ્કૂટર ઉપર બેસે છે અને તેમની પાછળ તેમની છોકરી બેસે છે, પછી જે જોઈન્ટ કરેલું સ્કૂટર છે તેના ઉપર તેમનો છોકરો અને પત્ની બેસે છે આ રીતે ચાર લોકોનો પરિવાર આરામથી સ્કૂટર ઉપર બેસી જાય છે. સોશિયલ મીડિયામાં આ જુગાડને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel