પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવી પોતાની લાડલીની ઝલક, નૂરાની ચહેરો જોઇ લોકોએ કહ્યુ- અરે આટલી બધી ક્યુટ…

પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો દીકરીનો ચહેરો : પિતા નિકનું ફંક્શન જોવા પહોંચી,ચાહકો બોલ્યા-પપ્પાની ટુ કોપી છે માલતી

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બોલિવુડથી લઇને હોલિવુડ સુધી ફેવરેટ કપલની લિસ્ટમાં સામેલ છે. કપલે પોતાની પહેલી દીકરીનું સ્વાગત જાન્યુઆરી 2022માં કર્યુ હતુ. ત્યારથી ચાહકો પ્રિયંકા-નિકની નાની પરીનો ચહેરો જોવા માટે ઉત્સુક હતા. ત્યારે હવે કપલની દીકરીના જન્મના એક વર્ષ બાદ તેનો ચહેરો સામે આવ્યો છે. પ્રિયંકા ચોપરાએજ તેની દીકરીનો ચહેરો સાર્વજનિક કર્યો છે. સોમવારે પુત્રી માલતી મેરી સાથે પહેલીવાર તેણે જાહેર ઇવેન્ટમાં હાજરી આપી હતી.

અભિનેત્રી તેના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ માટે હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર એવોર્ડ મેળવવા ઈવેન્ટમાં પહોંચી હતી. ક્રીમ સ્વેટર અને મેચિંગ શોર્ટ્સ સાથે સફેદ ટોપમાં માલતી ખૂબ જ સુંદર અને ક્યુટ લાગી રહી હતી. પ્રિયંકા આ દરમિયાન માલતીને ખોળામાં લઈને બેસેલી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ફંક્શન દરમિયાન એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં માલતી પ્રિયંકાના ખોળામાં બેઠી છે અને નિક તેના ભાષણ દરમિયાન તેની પુત્રીનું નામ લે છે.

આવી સ્થિતિમાં, પ્રિયંકા માલતીને તેના ખોળામાં ઉભી કરે છે અને નિક તરફ ઈશારો કરે છે. વીડિયોમાં માલતીને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને અભિનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું, ‘આખરે માલતીની એક ઝલક મળી, તે ખૂબ જ સુંદર છે’, જ્યારે બીજાએ લખ્યું, ‘માલતી નિક જેવી લાગે છે.’ અન્ય એકે લખ્યુ- કેટલી ક્યુટ છે, નજર ના લાગે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 2018માં થયા હતા.

આ પછી, વર્ષ 2022 ની શરૂઆતમાં, દંપતીએ સરોગસી દ્વારા પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનું આ દુનિયામાં સ્વાગત કર્યું. માલતી થોડા દિવસો પહેલા જ એક વર્ષની થઈ છે અને હવે અભિનેત્રીએ તેની પુત્રીનો ચહેરો બધાને દેખાડી દીધો છે. પ્રિયંકા ચોપરાએ મેડિકલ ઇસ્યુના કારણે સરોગસી દ્વારા માલતીને જન્મ આપ્યો હતો. પુત્રી માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો હોવાની જાણ થતા જ પ્રિયંકા ચોપરાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ માટે એ વાત પચાવવી મુશ્કેલ હતી કે પ્રિયંકાએ સરોગસીની મદદથી પોતાની બાળકી મેળવી છે. બ્રિટિશ વોગ અનુસાર, માલતીનો જન્મ તેના જન્મના સમય પહેલા ત્રિમાસિકમાં થયો હતો. આવી સ્થિતિમાં, કપલને ખબર નહોતી કે તે બચશે કે નહીં. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બાળકીના જન્મ પછી ત્રણ મહિના સુધી કેલિફોર્નિયાની રેડી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ચક્કર લગાવ્યા. માલતીને આ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી હતી, જે બાદમાં તેને લોસ એન્જલસની સીડર્સ-સિનાઈ હોસ્પિટલમાં રાખવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Shah Jina