બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત લાંબા સમય બાદ મોટા પડદા પર કમબેક કરી રહી છે. ત્યારે તેના ચાહકો તેને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. તે ટૂંક સમયમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની આગામી કોમેડી ડ્રામા ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’માં જોવા મળશે, જે આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ દિવસોમાં અભિનેત્રી ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.ત્યારે આ વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચોંકાવનારો ખુલાસો કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ મલ્લિકા શેરાવતે તેની સાથે બનેલી એક ભયાનક ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે અડધી રાત્રે તેની ફિલ્મના હીરોએ બેડરૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો હતો.
જો કે, મલ્લિકા શેરાવતે તે હીરોનું નામ જાહેર કર્યું નથી. તે એ સમયને યાદ કરે છે જ્યારે તેણે એક મોટી સ્ટાર કાસ્ટ સાથે દુબઈમાં એક મોટી ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. વીડિયોમાં મલ્લિકાએ કહ્યું કે, ‘હું તમને એક ઉદાહરણ કહું. હું દુબઈમાં એક મોટી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, તે મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. આ એક સુપરહિટ ફિલ્મ છે, જેમાં મેં એક કોમેડી રોલ કર્યો છે.
એક્ટ્રેસે આગળ કહ્યુ- એ ફિલ્મનો હીરો રાત્રે 12 વાગ્યે મારા દરવાજા પર નોક કરતો હતો. તે એવી રીતે ખટખટાવતો કે મને લાગ્યું તે દરવાજો તોડવાનો છે, કારણ કે તે મારા બેડરૂમની અંદર આવવા માંગતો હતો. મેં કહ્યું ના, એવું નથી થવાનું. તે પછી હીરોએ મારી સાથે ક્યારેય કામ કર્યું નથી.’ જો કે, મલ્લિકા શેરાવતે કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું.
મલ્લિકાની અપકમિંગ ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો છે, બે વર્ષ પછી આ તેની બીજી હિંદી ફિલ્મ છે. આ પહેલા તે રજત કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RK/RK’માં જોવા મળી હતી. ‘વિકી વિદ્યાનો તે વીડિયો’ રિલીઝ માટે તૈયાર છે. ટ્રેલર જોયા બાદ લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
View this post on Instagram