એવા નાના શોર્ટ્સમાં બોલીવુડની અભિનેત્રીઓને હંફાવે છે મલાઈકા, એકથી એક ચઢિયાતી તસ્વીરો જુઓ
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અભિનેત્રીઓમાંની એક છે. મલાઇકા અરોરાને અવાર-નવાર જિમ જતા આવતા સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા તેની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. તેને ઘણીવાર મુંબઇના રસ્તાઓ પર સ્પોટ કરવામાં આવે છે.
મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇના રસ્તા પર દોડતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો જે લુક હતો તેના પરથી નજર હટાવી સરળ ન હતી. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરે વેલેન્ટાઇન ડે સાથે સેલિબ્રેટ કર્યો હતો. મલાઇકા અરોરા અને અર્જુને વેલેન્ટાઇન ડે ખાસ રીતે મનાવ્યો હતો. અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે.
મલાઇકા અરોરાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે જોગિંગ કરતી નજરે પડી રહી છે. મલાઇકા આ તસવીરોમાં બ્લુ કલરના શોર્ટ્સ અને જેકેટમાં જોવા મળી રહી છે. મલાઇકાએ તેના ટોન્ડ પગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા માટે વેેલેન્ટાઇન ડેની ખાસ તૈયારી કરી હતી. અર્જુન કપૂરે જે તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે તેમાં એક તસવીરમાં મલાઇકા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે.
ત્યાં મલાઇકા એ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીર શેર કરી છે. તેણેે એક તસવીર શેર કરી છે જેમાં કેન્ડલ લાઇટ ડિનરનું ટેબલ જોવા મળી રહ્યું છે. મલાઇકાએ શોર્ટ્સને જેકેટ સાથે મેચ કર્યા હતા. મલાઇકાના સફેદ જેેકેટ પર લાલા અને બ્લુ કલરના કલર્સ હતા. મલાઇકા આ લુકમાં મેકઅપ વિના જોવા મળી હતી અને તેણે તેના વાળને મેસી બનમાં બાંધ્યા હતા. આ લુકને મલાઇકાએ સફેદ કલરના સ્નીકર્સ સાથે કમ્પલીટ કર્યો હતો.
તમને જણાવી દઇએ કે, મલાઇકા આ દિવસોમાં તેની લવ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ મલાઇકાએ વેલેન્ડાઇન્સ ડે પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં બોલિવુડ અભિનેતા અને મલાઇકા અરોરાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર જોવા મળ્યા હતા.
વર્ષ 2019માં મલાઇકાએ અર્જુન કપૂર સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. તેમજ અર્જુન કપૂરના જન્મદિવસ પર તસવીર પોસ્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર ઘણીવાર અર્જુન અને મલાઇકાની બોન્ડિંગ જોવા મળે છે. તેઓ ઘણીવાર એકસાથે ડિનર કે લંચ પર અને મિત્રોની પાર્ટીમાં સ્પોટ થતા હોય છે. તેઓ ઘણીવાર એકસાથે વેકેશન મનાવતા પણ જોવા મળે છે.