મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ, પરંતુ અભિનેત્રીને જિમ જતી નહિ પરંતુ સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે મલાઇકાએ તેના ઓવરઓલ લુકને બ્લેક રાખ્યો હતો. તેણે છત્રી પણ બ્લેક રાખી હતી. જો કે, આ સાથે તેણે વ્હાઇટ કલરનુ કોમ્બિનેશન એડ કર્યુ હતુ. જે તેને જબરદસ્ત બનાવી રહ્યુ હતુ.

મલાઇકાએ તેના માટે બ્લેક આઉટફિટ્સ પસંદ કર્યા હતા. તેણે બ્લેક લુઝ ટી શર્ટ સાથે મેચિંગ હાફ ટાઇટ્સ પહેર્યા હતા. એક રંગના કપડા હોવાને કારણે એવું લાગી રહ્યુ હતુ કે હસીનાએ માત્ર બ્લેક ઓવરસાઇઝ્ડ ટી શર્ટ કેરી કરી હતી.

મલાઇકા આ અટાયરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી અને તેના ટોન્ડ લેગ્સ પણ સારી રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા. મલાઇકાએ જે ટી શર્ટ પહેરી હતી તેના ફ્રંટમાં વ્હાઇટ કલરની બિગ ફેસ પ્રિંટ બનેલી હતી. મલાઇકાના આ કપડા ઘણા કંફર્ટેબલ લાગી રહ્યા હતા. મલાઇકાના આ લુકમાં સૌથી વધારે તેના લહેરાતા વાળ ધ્યાન ખેંચી રહ્યા હતા. જેની શાઇન જોઇ એવું લાગી રહ્યુ હતુ કે તેણે હેર સ્પા કરાવ્યુ હતુ.

મુંબઇમાં હાલના સમયમાં વરસાદ ચાલી રહ્યો છે. એવામાં મલાઇકા અરોરા તેના ડોગીને લઇને વોક પર જતી જોવા મળી હતી. વરસાદના મોસમમાં તેનો આ અંદાજ જોઇ બધાના હોંશ ઉડી ગયા હતા.મલાઇકાને આજે તેના ડોગ કેસ્પર સાથે વોક માટે સ્પોટ કરવામાં આવી હતી. તેનો આ અંદાજ ઘણો જ અલગ હતો.

મલાઇકા આજે કોઇ પેંટ કે શોર્ટ્સમાં નહિ પરંતિ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તે તેના કર્વ્સ અને ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મુંબઇના બાંદ્રામાં જેને પણ મલાઇકાને જોઇ તે તેને જોતા જ રહી ગયા હતા.

મલાઇકા આ દરમિયાન મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે માસ્ક કેરી કર્યુ હતુ અને હાથમાં છત્રી પણ લીધી હતી. તેણે ચંપલ કેરી કર્યા હતા અને તે મેકઅપ વગરના લુકમાં જોવા મળી હતી. આ જોઇને એક યુઝરે કમેન્ટ કરી હતી કેે કંઇક તો ઢંગનુ પહેરી લેતી. ત્યારે એક અન્ય યુઝરે લખ્યુ કે, આવી રીતના કપડા કેમ પહેરે છે ?

એકે તો મલાઇકા પર કમેન્ટ કરતા લખ્યુ કે, આનાથી તો સારી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે. એકે તો મલાઇકાને બોલિવુડની વર્સ્ટ અભિનેત્રી ફણ કહી દીધુ.