શોર્ટ ડ્રેસ અને હાઈ હિલ્સ…રુસો બ્રધર્સની પાર્ટીમાં અર્જુન કપૂર સાથે હોટ બેબી બનીને પહોંચી મલઇકાએ લૂંટી લીધી મહેફિલ

મોડી રાતે મલાઈકા પ્રેમીને લઈને આવી પાર્ટીની મહેફિલ લૂંટવા, હાઈ હિલ અને ટૂંકા ટૂંકા ડ્રેસમાં દેખાઈ

હોલીવુડ ફિલ્મ એવેન્જર્સની ડાયરેક્ટ જોડી રુસો બ્રધર્સ હાલના દિવસોમાં ભારતમાં છે. એન્થની અને જો રુસોએ મળીને નેટફ્લિક્સની ફિલ્મ દ ગ્રેટ મેનને બનાવી છે. આ ફિલ્મની સાથે સાઉથ સુપરસ્ટાર ધનુષ હોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.એવામાં પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ પોતાના ઘરે રુસો બ્રધર્સ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું.

પાર્ટીમાં ઘણા બી ટાઉનના કલાકારો એકથી એક શાનદાર અંદાજમાં આવી પહોંચ્યા હતા.આ ભવ્ય પાર્ટીમાં ધનુષ, સારા અલી ખાન, મલાઈકા-અર્જુન, અનન્યા પાંડે, મીરા-શાહિદ કપૂર, આર્યન ખાન ગૌરી ખાન, ઈશાન ખટ્ટર, રવીના ટંડન સહિત ઘણા કલાકારોએ હાજરી આપી હતી. જો કે સૌથી વધુ લોકોનું ધ્યાન મલાઈકા અરોરા પર ગયું હતું.

પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં મલાઈકા હંમેશાની જેમ ખાસ અંદાજમાં આવી પહોંચી હતી. પાર્ટીમાં અર્જુન-મલાઈકા એકબીજાનો હાથ પકડીને પહોંચ્યા હતા જેવી જ કપલે એન્ટ્રી મારી કે કેમેરાનું ફોક્સ તેના પર જ અટકી ગયું હતું. પાર્ટીમાં મલાઈકા પર્પલ શિમરી બેકલે શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી.

આ આઉટફિટ સાથે મલાઈકાએ હાઈ હિલ્સ પહેર્યા હતા અને સિલ્વર બેગ પણ કેરી કર્યું હતું. મલાઈકાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને ખુલ્લા વાળ રાખ્યા હતા.મલાઈકાનો આ ડ્રેસ એટલો બેકલે હતો કે તેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી હતી અને લોકોની નજરો તેના બેકલે પર થંભી ગઈ હતી. મલાઈકા આ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી જ્યારે અર્જુન શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

શાહિદ કપૂર પણ આ લેટ નાઈટ પાર્ટીમાં મીરા રાજપૂત સાથે પહોંચ્યો હતો. મીરાંએ આ ઇવેન્ટમાં ટોપ અને ફ્લેર્ડ પેન્ટ પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં શાહિદ-મીરા એકબીજાનો  હાથ પકડીને કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે.આ સિવાય અનન્યા પાંડે પણ પેરેન્ટ્સ ચંકી પાંડે અને ભાવના પાંડે સાથે એકદમ સુંદર અદાજમાં સ્પોટ થઇ હતી. હાલના સમયમાં અનન્યા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં ખુબ જ વ્યસ્ત છે.

સારા અલી ખાને અભિનેતા ધનુષ સાથે એન્ટ્રી મારી હતી, આ ઇવેન્ટમાં સારા શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી જયારે ધનુષ કૈજ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. બંનેએ ખુબ જ સુંદર અંદાજમાં મીડિયા સામે નમસ્તે પણ કર્યું હતું. જણાવી દઈએ કે બંનેની જોડી ફિલ્મ અતરંગી રે દ્વારા ખુબ ફેમસ બની હતી. ગૌરી ખાન પણ વ્હાઇટ ડ્રેસમા અને હાઈ હિલ્સ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી અને સાથે આર્યન ખાન પણ જોવા મળ્યો હતો, બંનેએ કેમેરા સામે સુંદર પોઝ આપ્યા હતા.અર્જુન-મલાઇકા બોલીવુડના સૌથી ચર્ચિત અને રોમેન્ટિક કપલમાના એક છે.

બંનેની ઉંમરમાં ખુબ મોટું અંતર હોવા છતાં તેઓની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી લાજવાબ છે. કપલ જ્યારે પણ બહાર જોવા મળે કે તે કેમારામા કેપ્ચર થઇ જ જાય છે.તાજેતરમાં જ અર્જુને પોતાનો બાંદ્રાવાળો ફ્લેટ વહેંચ્યો જે મલાઇકાની બિલ્ડિંગમાં જ હતો જેના બાદ લોકોનું માનવું હતું કે બંને વચ્ચે ઠીક નથી, પણ એવામાં બંનેને પાર્ટીમાં એકસાથે જોતા આવી વાતો પર વિરામ લાગી ગયો છે. હાલ અર્જુન પોતાની આવનારી ફિલ્મ એક વિલેન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Krishna Patel