ઝલક દિખલા જાના સેટ પર બિરયાની દાવત, મલાઇકા અરોરાએ આ એક્ટરને આપી ફ્લાઇંગ કિસ…વીડિયો જોઇ અર્જુન કપૂરને લાગી શકે છે ખોટુ…જુઓ

બોલિવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અવાર નવાર ચર્ચામાં રહે છે અને આ ચર્ચાનું કારણ તેની ફિટનેસ કે પછી તેનો હોટ અને ગોર્જિયસ લુક હોય છે. જો કે, હાલમાં તે તેના એક બીજા વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. મલાઇકા અરોરાએ કંઇક એવું કર્યુ કે જેની ચર્ચા ચારેકોર થઇ રહી છે અને આને કારણે કદાચ તેના અભિનેતા બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ખોટુ લાગી શકે છે.

ફરાહ ખાન ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર સ્વાદિષ્ટ વ્યંજનોની ઝલકો શેર કરતી રહે છે, વિદેશમાં ચા પીવાથી લઇને પોતાની યાત્રામાં લોકલ ડિશનો આનંદ માણવા સુધી…તે અવાર નવાર પોસ્ટ અને સ્ટોરીથી તેના ચાહકોને રૂબરૂ કરાવે છે. ત્યારે હાલમાં તેણે આવો જ એક વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે, જેમાં તે સ્વાદિષ્ટ બિરયાનીનો મલાઇકા અરોરા સાથે લુત્ફ ઉઠાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં ફરાહે સ્વાદિષ્ટ વ્યંજનોની એક સીરીઝ બતાવી છે, જે ઝલક દિખલા જાના સેટની છે. ફરાહ ખાને જે વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે તેમાં તે જણાવે છે કે વડી ડિશ અને બેંગન ફ્રાય તેના ઘરેથી આવ્યુ છે, પણ ફૂડનું મેઇન આકર્ષણ અરશદ વારસીએ બનાવેલ સ્વાદિષ્ટ બિરયાની છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે મલાઇકા અરશદને ખાવાનું બનાવવા અને આટલી સ્વાદિષ્ટતા લાવવા માટે ફ્લાઇંગ કિસ પણ આપે છે. બસ આ જ ફ્લાઇંગ કિસને કારણે મલાઇકાની ચર્ચા થઇ રહી છે. આ વીડિયો જોઇ ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે અર્જુન કપૂરને આ વીડિયો જોઇ ખોટુ લાગી શકે છે કે કારણ કે તેની ગર્લફ્રેન્ડ મલાઇકા બીજા કોઇને ફ્લાઇંગ કિસ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

Shah Jina