આ મશહૂર એક્ટ્રેસના ઘરે પડી હતી ITની રેડ, બાથરૂમની દિવાલમાંથી નીકળ્યા લાખો રૂપિયા તો એક્ટ્રેસે કહ્યુ- વેશ્યાવૃત્તિથી કમાયા…

પ્યાસા, ધૂલ ફા ફૂલ, બહુરાની, દો કલિયાં, ફિર કબ મિલેગી સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ માલા સિન્હા પોતાના જમાનાની ટોપ એક્ટ્રેસમાં સામેલ હતી. માલા સિન્હા સૌથી પહેલી ફિલ્મ વૈષ્ણોદેવીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નજર આવી હતી. આ પછી જ્યારે તે મોટી થઇ તો ગીતા બાલીની સિફારિશ પર તેને રંગીન રાતે ફિલ્મમાં પહેલીવાર હિરોઇન તરીકે કામ કરવાનો મોકો મળ્યો,

ફિલ્મ કંઇ ખાસ કમાલ ન કરી શકી પણ આ પછી માલા સિન્હાએ ઘણી બેક ટુ બેક હિટ ફિલ્મોમાં કામ કર્યુ અને હિટ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ થઇ ગઇ. માલાને લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહેવામાં આવતુ કે તે ઘણી કંજુસ કિસ્મની મહિલા હતી. અહીં સુધી કે તે ઘરનું બધુ કામ પોતે કરતી

કારણ કે તે નોકરો પર પોતાની કમાણી ખર્ચ કરવા નહોતી માગતી. પોતાના દિલધડક હાસ્ય, અદભૂત અભિનય અને મોહક રીતભાતથી લોકોને દિવાના બનાવનાર માલા સિન્હાએ 40 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કર્યું. આ વર્ષોમાં અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મો આપી.

60થી 80ના દાયકા સુધી તેનું નામ વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. જો કે, એક એવી ઘટના બની કે જેના કારણે તેનું આખું જીવન બરબાદ થઈ ગયું. એકવાર આવકવેરા અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા અને આ દરોડામાં 12 લાખ રૂપિયા જપ્ત થયા. રસપ્રદ વાત એ છે કે આ રકમ માલા સિન્હાના બાથરૂમની દિવાલોમાંથી મળી આવી હતી અને માલા આ રકમનો હિસાબ આપી શકતી ન હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

માલા સિન્હાના પિતા પણ તેને બચાવવા માટે આગળ આવ્યા અને પછી તેના વકીલે બહાર નીકળવાનો રસ્તો સૂચવ્યો અને સલાહ આપી કે માલાને ત્યારે જ બચાવી શકાય જો તે કોર્ટને કહે કે તેણે વેશ્યાવૃત્તિ દ્વારા આ પૈસા કમાયા છે. માલા સિન્હાએ કોર્ટમાં કહ્યું કે તેણે આ રકમ વેશ્યાવૃત્તિથી કમાઈ છે. આ નિવેદન બાદ અભિનેત્રીની ઈન્ડસ્ટ્રીમાં ઘણી ટીકા થઈ હતી.

આ જ કારણ હતું કે અભિનેત્રી માટે કામ મળવું મુશ્કેલ બની ગયું હતું. બાદમાં માલા પણ આ નિવેદનથી ખૂબ ભાંગી પડી હતી. માલા સિન્હાના લગ્ન નેપાળી એક્ટર ચિદમ્બર પ્રસાદ લોહાની સાથે 16 માર્ચ, 1968ના રોજ થયા. બંનેની લવસ્ટોરી નેપાળમાં શરૂ થઈ હતી. આ સાથે તેમના લગ્ન બોલિવૂડના સૌથી યાદગાર લગ્નોમાંથી એક રહ્યા.

Shah Jina