પપ્પા બન્યો ’12th Fail’ સુપરસ્ટાર વિક્રાંત મૈસી, પત્નીએ આપ્યો પહેલા બાળકને જન્મ…જાણો બેબી બોય આવ્યો કે ગર્લ…

’12th Fail’ એક્ટર વિક્રાંત મૈસી બન્યો પિતા, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી જણાવ્યુ- 7 ફેબ્રુઆરીએ ઘરમાં ગુંજી કિલકારી

વિક્રાંત મૈસીના ઘરે ગુંજી કિલકારી, શીતલ ઠાકુરે આપ્યો દીકરાને જન્મ

Vikrant Massey-Sheetal Thakur Baby: ’12th Fail’ એક્ટર વિક્રાંત મૈસી પિતા બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. પ્રોફેશનલ લાઇફમાં પોતાની હાલની ફિલ્મની સફળતાની ઉજવણી કર્યા પછી, હવે તે પર્સનલ લાઇફમાં પણ સાતમા આસમાન પર છે.

પિતા બન્યો વિક્રાંત મૈસી

વિક્રાંત મૈસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે 7 ફેબ્રુઆરીએ તેના ઘરમાં નાના મહેમાનની કિલકારી ગુંજી છે. તેની પત્ની શીતલ ઠાકુરે એક પુત્રને જન્મ આપ્યો છે. વિક્રાંત મૈસીએ ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરતા જણાવ્યું કે 7 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રનો જન્મ થયો. આ પોસ્ટ શેર કર્યા બાદ ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

પત્ની શીતલ ઠાકુરે આપ્યો દીકરાને જન્મ

જણાવી દઇએ કે, વિક્રાંતે અભિનેત્રી શીતલ ઠાકુર સાથે 14 ફેબ્રુઆરી 2022ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને 18 ફેબ્રુઆરીના રોજ પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. શીતલ અને વિક્રાંત બંને વર્ષ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તે પછી બંનેએ વર્ષ 2019માં સગાઈ કરી અને 2022માં લગ્ન કર્યા.

વિક્રાંત-શીતલ પર્સનલ લાઇફ

એવું કહેવાય છે કે બંનેની મુલાકાત ALT બાલાજીના વેબ શો ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ના સેટ પર થઇ હતી. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ શીતલે પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી છે. વિક્રાંત મૈસીની વાત કરીએ તો તે શીખ અને ખ્રિસ્તી બંને ધર્મનો છે કારણ કે તેના પિતા ક્રિશ્ચિયન છે અને માતા શીખ પરિવારમાંથી છે.

વિક્રાંત મૈસી વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત તાજેતરમાં 12th Failમાં જોવા મળ્યો હતો, જેમાં તેનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં તેણે મનોજ શર્માની ભૂમિકા ભજવી હતી અને આ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. હવે ટૂંક સમયમાં વિક્રાંત યાર જીગરી, સેક્ટર 36 અને ફિર આઇ હસીં દિલરુબામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

Shah Jina