આંખોમાં કાજલ સાથે સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થઇ મલાઈકા અરોરા, ફ્લોન્ટ કરતી જોવા મળી તેની કર્વી બોડી

ફરી એકવાર ટાઈટ ટાઈટ જીન્સ ટોપમાં જોવા મળી…7 તસવીરો જોઈને ફેન્સ થયા ક્રેઝી

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરાનો જિમ લુક હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલો રહેતો હોય છે. ફોટોગ્રાફરો પણ તેના ઘરની અને જીમની બહાર હંમેશા તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તૈયાર જ બેઠા હોય છે.

મલાઈકા ફેશન ક્વિન પણ છે, માટે તે હંમેશા અલગ અલગ અંદાજમાં જોવા મળે છે. આ દરમિયાન જ આંખોમાં કાજલ લગાવીને ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં મલાઈકા પોતાની કર્વી બોડી ફ્લોન્ટ કરતી નજર આવી છે.

મલાઈકા ભલે કંઈપણ પહેરી લે, તે હુસ્નની મલ્લિકા લાગે છે. આ વખતે પણ તેને જોગર્સથી લઈને શોર્ટસ અને જીન્સ ટોપમાં જોવામાં આવી અને આ વખતે પણ તે ખુબ જ કમાલ લાગી રહી હતી.

હાલમાં જ મલાઈકાને મુંબઈના એક નામી સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા હંમેશા પોતાના વાળની દેખરેખ માટે આજ સલૂનમાં જતી હોય છે.

સલૂનમાં લીધેલી આ વિઝીટ માટે મલાઈકાએ પોતાના લુકને કેજ્યુઅલ રાખ્યો હતો. તેને ગ્રે રંગનું જોગર્સ પહેર્યું હતું. તેની સાથે જ મલાઈકાએ પ્રિન્ટેડ સ્પોર્ટ્સ બ્રા અને સફેદ વાઈટ ટેન્ક ટોપ પહેર્યું હતું.

મલાઈકાએ પોતાના લુકને સફેદ સ્નીકર્સ, હાઈ પોની અને નો મેકઅપ લુક સાથે કમ્પ્લીટ કર્યો હતો. તો આ સાથે જ તેને આંખોની અંદર કાજલ પણ લગાવ્યું હતું. જેના કારણે માસ્ક લગાવેલી મલાઈકાની આંખો ખુબ જ આકર્ષક લાગી રહી હતી.

આ પહેલા પણ અભિનેત્રીને જોગિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. જેમાં તે વર્કઆઉટ ક્લોથમાં નજર આવી હતી. જે તેને બોલ્ડ લુક આપી રહ્યો હતો.

Niraj Patel