એક્સ હસબન્ડ અરબાઝ ખાનના બીજા લગ્ન સમયે શું કરી રહી હતી મલાઇકા અરોરા ? વાયરલ થઇ રહ્યો છે વીડિયો

એક બાજુ અરબાઝે શૂરા સાથે કર્યા નિકાહ. તો બીજી બાજુ ક્રિસમસ મનાવતી જોવા મળી મલાઇકા અરોરા

હાલમાં જ બોલિવુડ એક્ટર અને ફિલ્મ મેકર અરબાઝ ખાને શૂરા ખાન સાથે લગ્ન કર્યા. અભિનેતાના આ બીજા લગ્ન છે, આ પહેલા તેણે મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંનેના ઘણા વર્ષો બાદ છૂટાછેડા થઈ ગયા હતા. અરબાઝ ખાનના બીજા લગ્નમાં પુત્ર અરહાન પણ હાજર રહ્યો હતો.

પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાના બીજા લગ્ન સમયે પૂર્વ પત્ની મલાઈકા અરોરા શું કરી રહી હતી. જ્યારે એક તરફ અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ શૂરા સાથે નિકાહ કરી રહ્યો હતો તો બીજી તરફ તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરા ક્રિસમસ મનાવી રહી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો અને ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં મલાઈકા અરોરા જોવા મળી રહી છે.

લુકની વાત કરીએ તો, મલાઈકાએ ફોર્મલ બ્લેઝર સાથે વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે વાળને રેડ રિબિનની મદદથી સુંદર પોનીટેલમાં કેરી કર્યા હતા અને હીલ્સ સાથે લુક પૂર્ણ કર્યો હતો. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિસમસ સેલિબ્રેશનના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા છે.

મલાઇકાએ અરબાઝની નિકાહ સેરેમની સ્કિપ કરવાનું ઠીક સમજ્યુ. જો કે, દીકરો અરહાન એ હસીન સાંજનો હિસ્સો જરૂર રહ્યો હતો. મલાઇકા તે સમયે મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી રહી હતી. મલાઇકાએ ક્રિસમસ ડેકોરેશનની પણ ઘણી તસવીરો શેર કરી છે. આ ઉપરાંત એક તસવીરમાં મલાઇકાનો ડેગ સાંતા ક્લોઝવાળી ટોપીમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં એક તસવીર અરહાનની પણ છે.

મલાઇકાની તસવીરો પણ કેટલાક યુઝર્સ તેની ચુટકી પણ લેતા જોવા મળ્યા. એક યુઝરે કમેન્ટ કરી, તમારા પતિના લગ્ન થઇ ગયા અને તમે ક્રિસમસ મનાવી રહ્યા છે. તો એકે કમેન્ટ કરી, સાંતાએ અરબાઝ ભાઇને ગિફ્ટ આપી દીધુ અને તમે કેક કાપતા જ રહી ગયા. જ્યાં મલાઇકાએ મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી, ત્યાં તેના એક્ટર બોયફ્રેન્ડ અર્જુન કપૂરે બહેન અંશુલા કપૂર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી.

જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના લગ્ન 1998માં થયા હતા પરંતુ બંનેએ માર્ચ 2016માં અલગ થવાની જાહેરાત કરી. આ પછી લગ્નના 19 વર્ષ પછી મે 2017માં તેઓએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. અરબાઝ અને મલાઈકાને એક પુત્ર અરહાન છે.જ્યાં અરબાઝ શૂરા ખાન સાથે તેના જીવનમાં આગળ વધ્યો છે, ત્યારે મલાઈકા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywood.mobi)

Shah Jina