પૂરા ખાન પરિવારની હાજરીમાં થયા અરબાઝ-શૂરાના નિકાહ, એક્ટરે સેરેમનીની ઇનસાઇડ તસવીરો કરી શેર, ભાઇ માટે ખુશ જોવા મળ્યો સલમાન ખાન
Arbaaz -Sshura Nikah Pics: બોલિવુડના જાણિતા એક્ટર અને ફિલ્મ મેકર અરબાઝ ખાને ગત રવિવારે એટલે કે 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે નિકાહ કર્યા. શૂર ખાન અને અરબાઝના નિકાહની ઇનસાઇડ તસવીરો સામે આવી છે, જે ખુદ એક્ટરે શેર કરી છે અને સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ પણ થઇ રહી છે.
અરબાઝ અને શુરાના નિકાહ સેરેમનીમાં આખો ખાન પરિવાર જોવા મળી રહ્યો છે. અરબાઝ અને શુરા પછી જો કોઈએ બધાનું ધ્યાન ખેંચ્યું હોય તો તે છે અરબાઝ અને મલાઇકાનો દીકરો અરહાન ખાન. તસવીરોમાં અરહાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. એક તસવીરોમાં અરહાન તેના પિતા અરબાઝ સાથે પોઝ આપતો પણ જોવા મળ્યો, જેમાં તે પિતાની ખુશીમાં ઘણો ખુશ લાગી રહ્યો હતો.
જ્યારે કેટલીક તસવીરોમાં તે સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો. અરહાન સિવાય લોકોને સલમાન ખાનનો સિમ્પલ લૂક ઘણો પસંદ આવ્યો હતો. અરબાઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર જે નિકાહ સેરેમનીની તસવીરો શેર કરી છે, તેમાં એક કાઝી નિકાહ કરાવી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યુ છે, જ્યારે દુલ્હા-દુલ્હનની ખુશી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
તસવીરમાં અરબાઝના માતા-પિતા, સલીમ ખાન અને સલમા ખાન, ભાઈ સલમાન ખાન, પુત્ર અરહાન ખાન સહિત બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી પણ નવપરણિત કપલ સાથે જોઈ શકાય છે. એક તસવીરમાં આખો ખાન પરિવાર પોઝ આપતો જોવા મળે છે. તસવીરમાં અર્પિતા ખાન શર્મા, આયુષ શર્મા, અતુલ અગ્નિહોત્રી, સોહેલ ખાન, હેલન અને અન્ય પરિવારના સભ્યો પણ જોવા મળે છે.
જણાવી દઇએ કે, અરબાઝ ખાને પહેલા મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને અરહાન ખાન નામનો દીકરો છે, જેની પેરેન્ટિંગ બંને સાથે કરી રહ્યા છે. અરબાઝ અને મલાઈકાએ લગ્નના ઘણા વર્ષો પછી છૂટાછેડા લીધા હતા. આ કપલ વર્ષ 2017માં સત્તાવાર રીતે અલગ થઇ ગયુ હતુ. પરંતુ બંનેએ અલગ થવાની જાહેરાત કથિત રીતે 2016માં કરી હતી.
મલાઈકા અરોરા સાથે છૂટાછેડા બાદ ઘણા સમય સુધી અરબાઝ ઇટાલિયન મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરતો હતો. જો કે, બંનેના બ્રેકઅપ બાદ હવે અરબાઝે શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે. જ્યારે મલાઇકા બોલિવુડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.