ક્રિસમસ પર આ હસીનાઓનો જલવો, પોતાની સ્ટાઇલથી ચાહકોને કર્યા દીવાના, સિદ્ધાર્થ-કિયારા અને પરિણીતિ-રાઘવે લગ્ન બાદ સેલિબ્રેટ કરી પહેલી ક્રિસમસ

ક્રિસમસના જશ્નમાં ડૂબ્યા બોલિવુડ સ્ટાર્સ, કિયારાથી લઇને આલિયા ભટ્ટ સુધી…પતિ સાથે રોમેન્ટિક થઇ એક્ટ્રેસ

આલિયા-રણબીરથી લઇને સિદ્ધાર્થ-કિયારા, મલાઇકા સુધી…બોલિવુડ સેલેબ્સે આવી રીતે મનાવ્યો ક્રિસમસનો જશ્ન

ગત રોજ દેશભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને સેલિબ્રેશન હોય તો બોલિવૂડ સ્ટાર્સ કેવી રીતે પાછળ રહી શકે. સેલેબ્સે પણ પરિવાર અને મિત્રો સાથેના ક્રિસમસ સેલિબ્રેશનના ફોટો-વીડિયો શેર કર્યા છે. કિયારા અડવાણીએ લગ્ન બાદ પહેલી ક્રિસમસ પતિ અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સેલિબ્રેટ કરી, જેની તસવીર પણ તેણે શેર કરી.

બંને સ્ટાર્સ એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. કિયારા રેડ ફ્રોકમાં અદભૂત લાગી રહી હતી, જ્યારે બ્લેક કપલ શર્ટ અને પેન્ટમાં સિદ્ધાર્થ સ્માર્ટ લાગી રહ્યો હતો. જણાવી દઇએ કે, લવબર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેરશાહ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

વર્ષ 2021માં એવા સમાચાર હતા કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ સિદ્ધાર્થ અને કિયારાએ તેમના અંગત જીવન વિશે ચૂપ રહેવાનું પસંદ કર્યું. સમય વીતતો ગયો અને બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરીને તેમના સંબંધોને નામ આપ્યુ. ત્યારે આ વર્ષે વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાયુ પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા.

પરીણિતી અને રાઘવે પણ લગ્ન બાદ તેમની પહેલી ક્રિસમસ સેલિબ્રેટ કરી. આ ઉપરાંત આલિયા ભટ્ટે તેના પરિવારના સભ્યો સાથે ઉજવણી કરી, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક તસવીરમાં આલિયા અને રણબીર વચ્ચેની રોમેન્ટિક ક્ષણ કેપ્ચર થઇ હતી. જ્યારથી ઇલિયાના ડીક્રુઝ માતા બની છે ત્યારથી તે સાતમા આસમાને છે.

ઇલિયાનાએ આ વર્ષે ઓગસ્ટમાં તેના પ્રથમ બાળક કોઆ ફોનિક્સ ડોલનનું સ્વાગત કર્યું. ત્યારે બર્ફી એક્ટ્રેસે તેના પુત્ર સાથે પ્રથમ ક્રિસમસની ઉજવણી કરી. ઇલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ ઉપરાંત અનન્યા પાંડેએ પણ તેના નવા ઘરમાં ક્રિસમસની ઉજવણી કરી હતી.

સની લિયોને પણ આ વર્ષે તેના પતિ અને બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી. જ્યારે મલાઈકા અરોરાએ તેના મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી. મલાઇકાએ ઇન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં તે કેક પકડેલી જોવા મળી, તો એકમાં તેનો પુત્ર અરહાન ખાન પણ જોવા મળ્યો.

કાજોલે પણ રેડ રાઇડિંગ હૂડમાં પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી, ફોટો શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શન લખ્યું, ‘ક્રિસમસ પર રેડ રાઇડિંગ હૂડની જેમ… આ સિવાય અર્જુન કપૂરે બહેન અંશુલા કપૂર સાથે લંડનમાં ક્રિસમસ સેલિબ્રેટ કરી.

Shah Jina