‘આદિપુરુષ’ની માતા સીતા ક્રિતી સેનને લીધા ગૌ માતાના આશીર્વાદ, લોકો બોલ્યા- ડોગને તો ટચ કરતા કંઇ નથી થતુ…
એક્ટ્રેસ ક્રિતી સેનનની આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ ન બતાવી શકી, પણ ક્રિતી સેનને માતા સીતાના રોલમાં ચાહકોનું દિલ જરૂર જીતી લીધુ હતુ. ત્યારે આ વચ્ચે ક્રિતી સેનનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગાય માતાના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં જ ક્રિતી સેનનને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની કાર પાસે એક ગાય આવી ગઇ. આ પર એક્ટ્રેસે ગાય માતાના મસ્તિકને સ્પર્શી આશીર્વાદ લીધો. જો કે, આ દરમિયાન તે ઘણી ડરતી જોવા મળી હતી.
ગાયથી આવી રીતે ડરવા પર કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી. આ વીડિયોને મશહૂર સેલેબ્સ ફોટોગ્રાફર પલ્લવ પાલીવાલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને લઇને ક્રિતી ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. એક યુઝરે લખ્યુ- ગાયને અડવામાં આટલો ડર કેમ લાગી રહ્યો છે, ડોગને અડવામાં તો નથી લાગતો.
હદ છે સનાતનના નામ પર ધબ્બો. તો બીજાએ લખ્યુ- એક ડોગ સાથે આખો દિવસ મસ્તી કરે છે, પણ ગાયના આગળ મસ્તિક પણ નથી ઝુકાવી રહી. તો અન્ય એકે લખ્યુ- આ બધા પબ્લિસિટીના ડ્રામા છે. જો કે, કેટલાક લોકો ક્રિતી સેનનના આ અંદાજની તારીફ કરતા પણ જોવા મળ્યા.
View this post on Instagram