સુશાંત સિંહ રાજપૂતને ઓનસ્ક્રીન કિસ કરતો જોઇ રડી પડી હતી અંકિતા લોખંડે, એક્ટ્રેસે શેર કર્યો કિસ્સો

અનુષ્કા-સુશાંતના કિસિંગ સીન પર કેમ ધ્રુસકેને ધ્રુસકેને રડી અંકિતા લોખંડે ? 9 વર્ષ બાદ ખોલ્યુ રાઝ, જાણી રહી જશો હેરાન

અંકિતા લોખંડે આ દિવસોમાં તેના પતિ વિકી જૈન સાથે ‘બિગ બોસ 17’ હાઉસમાં કેદ છે, અને બંને અવાર નવાર હેડલાઇન્સમાં પણ રહેતા હોય છે. ત્યારે આ વચ્ચે અંકિતાએ તાજેતરમાં જ તેના ભૂતપૂર્વ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે એક ખુલાસો કર્યો છે. અંકિતાએ જણાવ્યું કે સુશાંતે તેની ફિલ્મ ‘પીકે’ અને પછી ‘શુદ્ધ દેશી રોમાન્સ’ માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું.

જો કે, તે સારી રીતે જાણતો હતો કે અંકિતા તેને સ્ક્રીન પર અંતરંગ દ્રશ્યો કરતી જોવાનું પસંદ કરશે નહીં. રિયાલિટી શો ‘બિગ બોસ 17’ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા સુશાંત સિંહ રાજપૂત વિશે અભિષેક સાથે વાત કરતી જોવા મળે છે. બંને રિલેશનશિપમાં પઝેસિવ હોવું કેટલું જરૂરી છે તેની ચર્ચા કરતા જોવા મળે છે. અંકિતાએ તે સમયને યાદ કર્યો જ્યારે તે સુશાંતને ડેટ કરતી હતી.

જ્યારે સુશાંતની ‘શુદ્ધ દેશી રોમાન્સ’ રીલિઝ થઈ ત્યારે તે ઈચ્છતો હતો કે અંકિતા ફિલ્મમાં બતાવવામાં આવેલા ઈન્ટીમેટ સીન્સ એકલા જ જુએ. અંકિતાએ કહ્યું- સુશાંતે મારા માટે આખુ થિયેટર બુક કરાવ્યુ હતુ. ત્યાં માત્ર હું અને સુશાંત હતા. તેને ખબર હતી કે આવા દ્રશ્યો જોઈને મને ગુસ્સો આવી જશે. મેં એ દ્રશ્યો જોયા અને સીટ પર નખ મારતા કહ્યું કે તે સમયે મારા નખ આવા હતા.

જ્યારે આખી ફિલ્મ પૂરી થઈ ત્યારે હું ઘરે ગઇ અને ખૂબ રડી. જો કે, ઘરે આવ્યા પછી તેણે મારી માફી માંગી, પરંતુ તે દ્રશ્યો મારા મગજમાંથી નીકળી રહ્યા ન હતા. તેણે આગળ કહ્યું – ફિલ્મ જોયા પછી, જ્યારે પણ સુશાંત અને હું ઇન્ટિમેટ થતા હતા, ત્યારે મને એ જ ફ્લેશબેક આવતું. તમારા બોયફ્રેન્ડને કોઈ અન્ય સાથે ઈન્ટિમેટ થતો જોવો એ સારું નથી. જ્યારે અંકિતાને પૂછવામાં આવ્યું કે શું સુશાંતે ફિલ્મમાં કોઈ કો-સ્ટારને કિસ કરવા માટે તેની પરવાનગી લીધી હતી ?

આના જવાબમાં અંકિતા સંમત થઈ. અંકિતાએ કહ્યું- હું કોઈના કરિયરની વચ્ચે ન આવી શકું. પણ હા, આવા દ્રશ્યો જોવા એ અલગ વાત છે. તેણે સુશાંતની ફિલ્મ ‘પીકે’ને પણ યાદ કરી અને કહ્યું કે ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથેના ઈન્ટિમેટ સીનથી પણ તે પરેશાન થઈ ગઈ હતી. તેણે કહ્યુ- ‘પીકે’માં પણ મને ચક્કર આવી ગયા હતા. અંકિતાએ એ પણ જણાવ્યું કે વર્ષ 2016માં ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઈ ત્યાં સુધી તે સુશાંત સાથે રિલેશનશિપમાં હતી.

અગાઉ એક એપિસોડમાં અંકિતાએ કહ્યું હતું કે તેને સુશાંત સાથે બ્રેકઅપ પબ્લિકથી બે વર્ષ છુપાવ્યુ હતુ. તેને આશા હતી કે સુશાંત તેની પાસે પાછો ફરશે. તેણે કહ્યું- મને સુશાંતની વાપસીની આશા હતી કારણ કે અમારો સંબંધ સાત વર્ષનો હતો. મને આશા હતી કે તે પાછો આવશે, તેથી મેં કોઈને કહ્યું નહીં. હું એવા ઘરમાં રહેતી હતી જ્યાં દરેક જગ્યાએ મારી અને સુશાંતની તસવીરો એક સાથે હતી.

Shah Jina