બોલિવુડમાં વધુ એક છૂટાછેડા ! ‘ખલ્લાસ ગર્લ’ના જીવનમાં હડકંપ, 14 વર્ષ બાદ તૂટ્યા લગ્ન

14 વર્ષ બાદ પતિથી અલગ થઇ ઇશા કોપ્પિકર, 9 વર્ષની છે દીકરી, બોલી- મારી પાસે કંઇ નથી કહેવા માટે…

ઇશા કોપ્પિકર પતિ ટિમ્મી નારંગથી થઇ અલગ, લગ્નના 14 વર્ષ બાદ થયા છૂટાછેડા, 9 વર્ષની દીકરી સાથે છોડ્યુ ઘર

ઇશા કોપ્પિકર અને ટિમ્મી નારંગના 14 વર્ષ બાદ થયા છૂટાછેડા, તૂટ્યા લગ્ન તો એક્ટ્રેસે દીકરી સાથે છોડ્યુ ઘર

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ખલ્લાસ ગર્લને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. રીપોર્ટ્સનું માનીએ તો ઇશા કોપ્પિકર પતિ ટિમ્મી નારંગથી અલગ થઇ ચૂકી છે. બંનેએ તેમના રસ્તા લગ્નના 14 વર્ષ બાદ અલગ કરી લીધા છે. બંનેની એક 9 વર્ષની દીકરી પણ છે, જેનું નામ રિયાના છે, જેની પરવરિશની જવાબદારી ઇશાએ ઉઠાવી છે. જો કે, એક્ટ્રેસ તરફથી આના પર અત્યાર સુધી કોઇ કન્ફર્મેશન સામે નથી આવ્યુ.

‘ખલ્લાસ ગર્લ’ના જીવનમાં હડકંપ

પણ રીપોર્ટ્સમાં એવું કહેવાઇ રહ્યુ છે કે ઇશાએ એવું કહ્યુ છે કે તે અત્યારે કંઇ કહી શકે એવી કંડીશનમાં નથી, તેને પ્રાઇવસી આપવામાં આવે. ઇશા તેના આઇકોનિક રોલ્સને લઇને ચર્ચામાં રહી છે. તેણે કૃષ્ણા કોટેજ, ડોન, ક્યા કુલ હે હમ, ફિજા, LOC કારગિલ અને 36 ચાઇના ટાઉન જેવી કેટલીક પોપ્યુલર ફિલ્મોમાં કામ કર્યુ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય ઈશા તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ સક્રિય રહી છે.

લગ્નના 14 વર્ષ બાદ થયા છૂટાછેડા

વર્ષ 2019માં ઈશાએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાઇ, તે મહિલા ટ્રાન્સપોર્ટ વિંગ વતી બીજેપી અધ્યક્ષ તરીકે કામ કરી રહી છે. અંગત જીવનની વાત કરીએ તો ઈશાએ હોટેલિયર ટીમ્મી નારંગ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 29 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા.

9 વર્ષની દીકરી સાથે છોડ્યુ ઘર

થોડા વર્ષો પછી બંને એક પુત્રીના માતા-પિતા બન્યા, જેનું નામ તેઓએ રિયાના રાખ્યું. ગયા મહિને નવેમ્બરમાં બંનેએ છૂટાછેડા લીધા હોવાની ખબર છે. દીકરી ઈશા સાથે છે, રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમ્મી અને ઈશા વચ્ચે કમ્પેટિબિલિટીની સમસ્યા હતી, જેના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. જો કે બંનેએ તેમના લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

ઇશાએ કહ્યુ- મારી પાસે આ સમયે કહેવા માટે કંઈ નથી

ઈશાએ ટીમ્મીનું ઘર છોડી દીધું છે અને તે તેની પુત્રી સાથે બીજા ઘરમાં રહે છે. ત્યાં એક મીડિયા પોર્ટલે ઈશાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પોતાનો સંદેશ ટૂંકો રાખ્યો અને કહ્યું – મારી પાસે આ સમયે કહેવા માટે કંઈ નથી. આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. મને આ સમયે મારી ગોપનીયતા જોઈએ છે. તમે મારી સંવેદનશીલતાનું ધ્યાન રાખશો તો સારું રહેશે.

Shah Jina