રોનિત રોયે લગ્નની 20મી વર્ષગાંઠ પર કર્યા બીજીવાર લગ્ન, 58ની ઉંમરે પત્ની નિલમને કરી લિપ કિસ
Ronit Roy Renewed his Wedding: એક્ટર રોનિત રોય પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. 58 વર્ષીય અભિનેતાએ તેની પત્ની નીલમ રોય સાથે ફરીથી લગ્ન કર્યા છે. રોનિતે તેની 20મી વેડિંગ એનિવર્સરીના ખાસ અવસર પર પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા હતા. અભિનેતાએ સોશિયલ મીડિયા પર લગ્નની ઝલક પણ બતાવી.
રોનિતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં કપલ 20 વર્ષ પછી ફરી સાતેય લગ્નના વચનોનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. આ દરમિયાન રોનિત અને નીલમનો પુત્ર અગસ્ત્ય પણ જોવા મળી રહ્યો છે. રોનિતે પત્ની સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ફરીવાર લગ્ન કર્યા. અભિનેતાએ તેની પત્ની નીલમ સાથે સાત ફેરા લીધા, માંગમાં સિંદૂર લગાવ્યું અને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી.
વીડિયો શેર કરતી વખતે રોનિતે કેપ્શનમાં લખ્યું, ‘શું તમે મારી સાથે ફરી લગ્ન કરશો?’ તમને જણાવી દઈએ કે રોનિતના લગ્ન ગોવાના મંદિરમાં થયા હતા. આ દરમિયાન રોનિત સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો જ્યારે તેની પત્ની લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ કપલને સતત અભિનંદન આપી રહ્યા છે.
રોનિત રોયે પોતાની 20મી વેડિંગ એનિવર્સરી અનોખી સ્ટાઈલમાં સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો અને આને કારણે જ તેણે પત્ની નીલમ સાથે બીજીવાર લગ્ન કર્યા. કાબિલ, બોસ અને બ્લડી ડેડી જેવી ફિલ્મોનો હિસ્સો રહી ચુકેલ રોનિત લાંબા સમયથી ટીવીની દુનિયામાં પણ સક્રિય છે. તેણે ‘કસૌટી ઝિંદગી કી’, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘અદાલત’ અને ‘કહેને કો હમસફર હૈ’ જેવા ટીવી શો દ્વારા લોકોનું મનોરંજન કર્યું છે.
View this post on Instagram
રોનિત રોય અને નીલમે ગોવામાં એક સુંદર સ્થાન પર મંદિરમાં ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. જણાવી દઇએ કે, આ કપલે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા અને હવે તેમની 20મી એનિવર્સરી પર બંનેએ ફરી એકવાર હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.
View this post on Instagram
રોનિત રોય અને નીલમે ખૂબ જ ખાસ ક્ષણનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં બંને એકબીજાને લિપ કિસ કરતા પણ જોવા મળે છે. ટીવીના ‘મિસ્ટર બજાજ’ એટલે કે રોનિત રોય હિન્દી ઉપરાંત બંગાળી ફિલ્મોના પણ પ્રખ્યાત અભિનેતા છે. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram