મલાઇકા અરોરાનો ડ્રેસ આટલી બધી જગ્યાઓથી ફાટી ગયેલો હતો, જુવાન પ્રેમી અર્જુન કપૂરને છોડીને આની જોડે હોટ પોઝ આપતી દેખાઈ, જુઓ PHOTOS

બોલિવૂડની સુપર ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં તેના મ્યુઝિક વીડિયોને લઇને ચર્ચામાં છે. ગુરુ રંધાવા સાથેનો તેનો મ્યુઝિક વીડિયો ‘તેરા કી ખયાલ’ રિલીઝ થઈ ગયો છે અને આ ગીતમાં અભિનેત્રી પોતાના ડાન્સ અને કિલર લુકથી ચાહકોનું દિલ જીતતી રહે છે. આ ગીતમાં ગુરુ સાથે મલાઈકાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ચાહકો સાથે સાથે મલાઇકાના બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂરે પણ વખાણ કર્યા છે.

તેરા કી ખયાલ ગીતમાં ગુરુ રંધાવાએ પોતાનો અવાજ આપ્યો છે. રોયલ માને આ ગીત લખ્યું છે. બોલિવૂડ કોરિયોગ્રાફર બોસ્કો લેસ્લી માર્ટિસે કોરિયોગ્રાફી કરી છે. ત્યારે હાલમાં મલાઇકાએ તેની અને ગુરુ રંધાવાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કટ આઉટ ટાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. મલાઈકાનો આ આઉટફિટ જમ્પસૂટ ટાઇપમાં છે અને તે ખૂબ જ ટાઈટ પણ છે. જો કે, હસીના આમાં પણ બોલ્ડનેસનો જલવો વિખેરી રહી છે.

મલાઈકાએ આ આઉટફિટમાં સાઈડ પોઝ આપ્યા છે, જેમાં તમે અભિનેત્રીની કટ આઉટ ડિઝાઇન જોઇ શકો છો. બધી તસવીરોમાં મલાઈકા સિંગર ગુરુ રંધાવા સાથે પોઝ આપી રહી છે. ગુરુ રંધાવાએ મલાઈકા સાથે કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેણે શરૂઆતથી જ અભિનેત્રીની પ્રશંસા કરી છે. જ્યારે મલાઈકા અરોરાએ કહ્યું, ‘આ ગીત ખૂબ જ મજેદાર છે અને દરેકને તેનો આનંદ લેતા જોઈને આનંદ થયો.

મેં તેરા કી ખયાલના નિર્માણથી લઈને તેના લોન્ચિંગ સુધી ખૂબ જ સારો સમય પસાર કર્યો છે.” ગુરુ રંધાવા અને મલાઈકાની જોડી માટે આ વીડિયો પર ઘણી સકારાત્મક ટિપ્પણીઓ મળી રહી છે. ત્યાં ઘણા લોકો તો મલાઈકાની ફિટનેસ અને લુકના વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન સાથે લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા બાદથી તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, મલાઈકા અરોરા હાલમાં જ તેના રિયાલિટી શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા બોલિવૂડમાં શ્રેષ્ઠ આઈટમ સોંગ્સ માટે જાણીતી છે. તેણે બોલિવૂડમાં ઘણા ડાન્સ નંબર કર્યા છે, જેમાંથી શાહરૂખ ખાન સાથેનું તેનું સૌથી પ્રખ્યાત ડાન્સ ગીત છૈયા છૈયા છે. આ સાથે સાથે ગુડ નાલ ઈશ્ક મીઠા, મુન્ની બદનામ હુઈ જેવા ગીતોમાં પણ તેણે પોતાની અદા બતાવી છે.

Shah Jina