એકદમ ટાઈટ ટાઈટ કપડામાં જોવા મળી બોલીવુડની આ હસીનાઓ, 7 તસવીરો જોઈને પેટ ભરીને વખાણ કરશો
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા રોજની જેમ આજે પણ વર્કઆઉટ માટે જિમ પહોંચી હતી. મલાઇકાની ઘણી તસવીરો પેપરાઝીએ ક્લિક કરી હતી. મલાઇકા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે અવાર-નવાર જિમ જતા-આવતા સ્પોટ થતી હોય છે.
બીજી તરફ આજે બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રિત સિંહને પણ સ્પોટ કરવામાં આવી હતી. એક્સરસાઇઝને લઇને હંમેશા સજાગ રહેનારી રકુલ પ્રિતે હાલમાં જ એક સાઇકલિંગ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મલાઇકા અરોરા અને રકુલ પ્રિત બંનેનો મેકઅપ વિનાનો લુક જોવા મળ્યો હતો. બંને તસવીરોમાં એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી.
તમને જણાવી દઇએ કે, મલાઇકા તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને આ મામલે રકુલ પ્રિત પણ સજાગ છે. મલાઇકા અરોરા તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં જોવા મળે છે. તે હાલ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
મલાઇકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે “ઇંડિયાઝ બેસ્ટ ડાન્સર”માં જજ છે અને તે દર્શકોનું ખૂબ જ મનોરંજન પણ કરતી રહે છે.
રકુલ પ્રિત સિંહની વાત કરવામાં આવે તો, તેની પાસે ઘણી ફિલ્મો છે. તે “ઇંડિયન 2″માં જોવા મળશે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને કમલ હસન પણ જોવા મળશે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ “ચેક”માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે “અટૈક” અને “થેંક ગોડ” જેવી હિન્દી ફિલ્મો પણ છે.
રકુલ પ્રિતે તેના કરિયરની શરૂઆત વર્ષ 2009માં કન્નડ ફિલ્મ “ગિલ્લી”થી કરી હતી. તેણે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે વર્ષ 2014માં ફિલ્મ “યારિયા”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું.