ફિલ્મી દુનિયા

મહિમા ચૌધરી ને હવે જોઇને હોંશ ઉડી જશે, ઘર ચલાવવા માટે કરે છે આવા કામ..

બોલીવુડમાં દરરોજ સેંકડો લોકોપોતાનું નસીબ અજમાવવા માટે આવતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો સફળ થઇ શકે છે. જેમની એક એક્ટ્રેસ છે મહિમા ચૌધરી. મહિમાં ચૌધરીને તેની કરિયરની પહેલી ફિલ્મથી જ સફળતા પ્રાપ્ત થઇ ગઈ હતી.

3 સપ્ટેમ્બર 1973માં દાર્જિલિંગમાં જન્મેલી મહિમા ચૌધરીનું અસલી નામ રીતુ ચૌધરી હતું. વર્ષ 1997માં સુભાષ ઘઈના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પરદેશ’ માં કામ કરીને તેના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ મહિમાએ ઘણી જાહેરાતમાં કામ કર્યું હતું. મહિમા ચૌધરી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવા છતાં પણ હિટ રહી ના હતી. મહિમા ચૌધરી છેલ્લે 2016માં આવેલી ફિલ્મ ‘ ડાર્ક ચોકલેટ’માં જોવા મળી હતી.

Image Source

મહિમા ચૌધરીએ ફિલ્મને અલવિદા કહી દીધા બાદ તે રિયાલિટી શોમાં નજરે આવી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે, તેનું કરિયર ખતમ થવા પાછળ ક્યાંક ને ક્યાંક રતેનું વ્યક્તિગત જીવન પણ જવાબદાર છે. મહિમાએ વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ મધર હોવાને કારણે તેનું ફિલ્મમાં કામ કરવાનું મુશ્કેલ થઇ ગયું હતું. મહિમા ચૌધરી પૈસા કમાવવા માટે ઘણી ઇવેન્ટમાં જવા લાગી હતી. આ સાથે જ રિયાલિટી ટીવી શો પણ કરવા લાગી હતી. જેના કારણે તેની ફિલ્મી કરિયર પુરી થઇ ગઈ હતી.

Image Source

મહિમા ચૌધરી તેના અફેરને કારણે પણ બહુ જ ચર્ચામાં રહી હતી. મહિમાનું નામ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે જોડાઈ ગયું હતું. લગભગ 6 વર્ષ સુધી પેસ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ આ સંબંધનો અંત આવી ગયો હતો. આ બંને જલ્દી જ અલગ થઇ ગયા હતા. પેસ સાથે બ્રેકઅપ થયા બાદ તેને એરક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, જે જાણીને બધા લોકો હેરાન થઇ ગયા હતા.

Image Source

મહિમાએ કહ્યું હતું કે, લિએન્ડર પેસ ભલે એક સારો ટેનિસ પ્લેયર હોય પરંતુ બિલકુલ સારો માણસ નથી. તેને મને દગો આપ્યો છે. જણાવી દઈએ કે, 2005માં લિએન્ડર અને મહિમા એકબીજાને ડેટ કરી રહ્યા હતા આ દરમિયાન લિએન્ડરન સંજયદત્તની બીજી પત્ની રિયા પિલ્લઇ સાથે સંબંધ વધી ગયો હતો. મહિમાથી બ્રેકઅપ કર્યા બાદ લીએન્ડરે રિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ બાદ બંને વચ્ચે તલાક થઇ ગયા હતા.

Image Source

મહિમા ચૌધરીના 2006માં અચાનક જ લગ્નની ખબર આવી હતી. જણાવી દઈએ કે, પ્રેગનેન્સીના કારણે મહિમાએ જલ્દબાજીમાં લગ્ન કરી લીધા હતા. મહિમાએ આર્કિટેક્ટ અને બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરી પણ છે આરિયાના. મહિમા અને બોબીના આ લગ્ન પણ વધુ સમય સુધી ચાલ્યા ના હતા. વર્ષ 2013થી મહિમા ચૌધરી તેના પતિથી અલગ રહેવા લાગી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.