મહેશ ભટ્ટે ટચ કર્યો મનીષા રાનીનો ગાલ, કરી કિસ…થઇ ગયા ટ્રોલ, લોકો બોલ્યા- શરમ આવવી જોઇએ…

Mahesh Bhatt Touch Manisha Rani: સલમાન ખાનનો લોકપ્રિય શો બિગ-બોસ ઓટીટી 2 આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બિગ બોસના ઘરમાં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. હાલમાં શોમાં ફેમિલી વીક ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં કંટેસ્ટંટના પરિવારના સભ્યો બિગ બોસના ઘરમાં આવી રહ્યા છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટના પિતા અને મશહૂર નિર્દેશક મહેશ ભટ્ટ પણ આવી પહોંચ્યા હતા. આ એપિસોડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં દર્શકોને મહેશ ભટ્ટનું મનીષા રાની અને બેબીકા ધુર્વે સાથેનું વર્તન ખાસ પસંદ ન આવ્યું અને તેઓ મહેશ ભટ્ટને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બિગ બોસના ઘરમાં ડાયરેક્ટરની એન્ટ્રી થતાં જ મનીષા રાની તેને મળવા દોડતી જોવા મળી હતી. મનીષાએ સૌપ્રથમ મહેશ ભટ્ટના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

પરંતુ મહેશ, તેનાથી વિપરીત, તેના ખભા પર હાથ મૂકીને કહે છે કે ‘મારી ઉંમરનું અપમાન કરશો નહીં’. આ પછી તેણે મનીષાનો હાથ પકડીને કહ્યું, ‘ખામોશી સાથે વાત કરશું’. આ પછી મહેશ ભટ્ટ મનીષાને તેની આંખોમાં જોવાનું કહે છે અને તેને સ્નેહ કરવા લાગે છે. પણ મનીષાએ આંખો નીચી કરતા જ મહેશ તેને કહે છે, ‘તું મારી આંખોમાં જોઈ શકતી નથી ને?’ આશ્ચર્યની વાત એ છે કે, તમામ કંટેસ્ટંટ ચુપચાપ આ બધું જોઈ રહ્યા હતા.

આ પછી મહેશ ભટ્ટ મનીષાના માથાને સ્પર્શ કરતા રહ્યા અને પોતાના બંને હાથ વડે તેના ગાલને પણ સ્પર્શ કર્યા. આટલું જ નહીં, જ્યારે પૂજા ભટ્ટ મહેશની સામે મનીષાના વખાણ કરવા લાગી ત્યારે મહેશે અચાનક તેનો હાથ પકડીને તેને કિસ કરી લીધી. મનીષા રાની પ્રત્યે મહેશ ભટ્ટનું આ વર્તન ચાહકોને પસંદ ન આવ્યું અને એટલે જ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

એક યુઝરે કહ્યુ- “તે તેને અને અમને અસ્વસ્થ બનાવી રહ્યો છે”. જ્યારે અન્ય એક યુઝરે કહ્યુ, “અબે વો મનીષા હૈ મલાઈ નહી જો ભુખે કી તરહ દેખ રહા હૈ”. અન્ય એક યુઝરે કહ્યુ, ‘આ નેશનલ ટેલિવિઝન પર શું કરી રહ્યો છે, દીકરીની સામે બેશરમ વર્તન, આ માણસને શરમ આવવી જોઈએ.’ જો કે, કેટલાકે તો મહેશ ભટ્ટને ઠરકી પણ કહી દીધુ.

Shah Jina