દેસી લુકમાં હિના ખાને પહેલીવાર ચુલા પર બનાવી રોટલી, યુઝર્સે કહ્યુ- કેવી રીતે કરી લે છે આટલો દેખાડો
Hina Khan Video: અભિનેત્રી હિના ખાન સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પોતાના દમદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે, જ્યારે બિગ બોસના ઘરમાં આવ્યા બાદ અભિનેત્રીએ પોતાના ફેશન સ્ટેટમેન્ટથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી. આ શો પછી, હિના ખાનને ગ્લેમરસ દિવાનો શ્રેય મળ્યો. અભિનેત્રી વેસ્ટર્નથી લઈને એથનિક લુક સુધી દરેક સ્ટાઈલમાં અદભૂત દેખાય છે અને ચાહકોને તેની સ્ટાઈલ ઘણી પસંદ આવે છે.
ગામડે પહોંચી અભિનેત્રી હિના ખાન
નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી હિના ખાન ટૂંક સમયમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ દિવસોમાં હિના એક ગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગામમાં રોટલી બનાવતી જોવા મળી રહી છે.
હિના ખાને ચૂલા પર રોટલી બનાવી
વીડિયોમાં હિના ચુલા પર રોટલી બનાવતી જોવા મળી રહી છે. હિના પોતે બનાવેલી ગોળ રોટલી જોઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. હિના ખાને કેપ્શનમાં લખ્યું- ‘પહેલીવાર મેં ગામના ચુલા પર ગોળ રોટલી બનાવી. ગુલેલથી માર્બલ પણ ઉડાવ્યા. અભિનેત્રીના લુકની વાત કરીએ તો તે દેશી અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પંજાબી સ્ટાઈલનો સૂટ પહેર્યો છે અને આ સાથે હૂપ્સ ઇયરિંગ્સ પણ કેરી કરી છે. એક્ટ્રેસ આ લુકમાં શાનદાર લાગી રહી છે.
લોકોએ કરી ટ્રોલ
કેટલાક ફેન્સને હિનાની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ કેવી રીતે દેખાડો કરી લે છે… રોટલી બનાવવી શરમની વાત નથી..” અન્ય એક યુઝરે લખ્યું, “આ લોકો એવું કેમ ટ્રીટ કરે છે કે તેમણે બાળપણથી ક્યારેય કિચન ના જોયુ હોય. અરે, તમારી ઉંમર કંઇ 35થી ઓછી નહિ હોય. આ ઉંમરે જો તમને રોટલી બનાવતા નથી આવડતું, તો તમે મહાન છે.” બીજા એકયુઝરે લખ્યું, રોટલી બનાવ્યા પછી તે ખુશ અનુભવી રહી છે જાણે તેણે બહુ સારું કામ કર્યું હોય.
ગિપ્પી ગ્રેવાલ સાથે ડેબ્યૂ કરશે
હિના ખાન ટૂંક સમયમાં સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલ સાથે નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. આ જોડીને પડદા પર એકસાથે જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. જો કે, હજુ સુધી આ પ્રોજેક્ટને લઈને કોઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
View this post on Instagram