સની દેઓલે અટારી બોર્ડર પર કર્યા ભાંગડા : પાકિસ્તાની ચાહકો પણ જોવા પહોંચ્યા, ઉદિત નારાયણના ગીત પર ઝૂમી એક્ટ્રેસ અમીષા પટેલ
Sunny Deol, Ameesha Patel visit Attari–Wagah border : સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના સ્ટાર્સ તેના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ સની અને અમીષાએ અટારી-વાઘા બોર્ડરની મુલાકાત લીધી હતી. સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક શાનદાર ફોટા શેર કર્યા હતા, જેમાં કલાકારોએ સેનાના જવાનો અને ચાહકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન તેમની સાથે સિંગર ઉદિત નારાયણ પણ હાજર હતા.
વાઘા બોર્ડર પર સની દેઓલ અને અમીષા પટેલે મચાવી ધૂમ
વાઘા બોર્ડર પર ફિલ્મના પ્રમોશન માટે આવેલા સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકીનાના ગેટ અપમાં જોવા મળ્યા હતા.સની દેઓલ ભલે તેના ફિલ્મી કરિયરમાં ભલે પાકિસ્તાન વિરોધી ભૂમિકામાં જોવા મળ્યો હોય, પણ પાકિસ્તાનમાં ઘણા લોકો તેને હજુ પણ પસંદ કરે છે. ગત દિવસે સની દેઓલ રીટ્રીટ સેરેમની જોવા અને તેની આગામી ફિલ્મ ગદર-2ના પ્રમોશન માટે અટારી બોર્ડર પર ભારતની સાથે સાથે પાકિસ્તાનથી પણ ચાહકો તેને જોવા માટે પહોંચ્યા હતા.
ભારતની સાથે સાથે સની દેઓલના પાકિસ્તાની ચાહકો પણ રહ્યા હાજર
ચાહકો સાથે મળીને અમીષા પટેલ અને સની દેઓલ બંનેએ તેમની ફિલ્મ ‘મેં નિકલા ગડ્ડી લેકે’ અને ‘ઉડ જા કાલે’ ગીતો પર જોરદાર ભાંગડા કર્યા હતા. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું, ‘અદ્દભુત જવાનો સાથે અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની જોઈને સન્માનની લાગણી થઈ રહી છે. #હિન્દુસ્તાન ઝિંદાબાદના જોરદાર નારાઓથી વાતાવરણ ભરાઇ ગયુ. આપ સૌનો આભાર. જય હિન્દ!’
હાલમાં જ આશીર્વાદ લેવા માટે અમૃતસરના સુવર્ણ મંદિર પહોંચ્યો હતો સની દેઓલ
જણાવી દઇએ કે આની પહેલા સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ની રિલીઝ પહેલાં ભગવાનના આશીર્વાદ લેવા માટે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ગયો હતો. અભિનેતા યલો કુર્તા પાયજામા અને પાઘડીમાં જોવા મળ્યો હતો. તે મંદિર પરિસરમાં કેટલાક લોકો સાથે પ્રાર્થના કરતો અને પોઝ આપતો જોવા મળ્યો હતો. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.
ગદર 2 11 ઓગસ્ટે થશે રિલીઝ
ઉલ્લેખનીય છે કે ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અક્ષય કુમારની OMG 2 સાથે થશે. ગદર-2 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. પ્રથમ ભાગને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે હવે ફરી એકવાર ચાહકોને ફિલ્મમાં તારા સિંહની જબરદસ્ત એક્શન અને સકીના માટેના તેના પ્રેમનો ક્રેઝ જોવા મળશે.
View this post on Instagram