ટ્રાફિક સિગ્નલ પર બાઈક લઈને સિગ્નલ ખુલવાની રાહ જોઈને ઉભો હતો ફૂડ ડિલિવરી બોય, વાર લગતા જ બેગમાંથી કઈ કાઢીને મોઢામાં નાખ્યું, કાર ચાલકે બનાવી લીધો વીડિયો, જુઓ
Delivery Guy Eats Customer Food : સોશિયલ મીડિયામાં ફૂડ ડિલિવરી બોયના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણને પણ ડિલિવરી બોય પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય. ઘણીવાર આપણે જોયું છે કે ધોધમાર વરસાદ હોય છે કે પછી કાળઝાળ ઠંડી અથવા ધોમધખતો તડકો હોય, ડિલિવરી બોય ગમે તેમ કરીને ગ્રાહકો સુધી જમવાનું પહોચવતા હોય છે. ત્યારે ઘણા ડિલિવરી બોયની કહાની આંખોમાં આંસુઓ પણ લાવી દે છે.
બેગમાંથી ખાઈ રહ્યો હતો ડિલિવરી બોય :
ત્યારે હાલ ઝોમેટોના એક ડિલિવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે ટ્રાફિક સિંગલ ઉપર ઉભો રહીને ડિલિવરી બેગમાંથી કઈ કાઢીને ખાતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો જોયો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોની કમેન્ટ્સ પણ આવી રહી છે. આ વીડિયો બેંગલુરુનો જણાવવામાં આવી રહ્યો છે. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
કારમાંથી બનાવ્યો વીડિયો :
વીડિયોમાં ઝોમેટો ડિલિવરી બોયના પોશાકમાં સજ્જ એક વ્યક્તિ ટ્રાફિક પર બાઇક સાથે ગ્રીન સિગ્નલની રાહ જોતો જોવા મળે છે. તે ડબ્બામાં હાથ નાખે છે અને કંઈક બહાર કાઢીને ખાવા લાગે છે. આ સમગ્ર ઘટનાને બાજુમાં રહેલા એક કારમાં રહેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી અને પછી વીડિયોને પોસ્ટ કરતા જ તે વાયરલ થઇ ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકોએ કોમેન્ટ બોક્સ પર છોકરાની આ હરકતને હેરાન કરનારી ગણાવી હતી.
લોકોની આવી પ્રતિક્રિયા :
લોકોએ ચિંતા વ્યક્ત કરી કે આવી સ્થિતિમાં ગ્રાહક સુધી સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક કેવી રીતે પહોંચશે? એક ફેસબુક યુઝરે લખ્યું, “વેચનારે ખોરાકને સંપૂર્ણ રીતે સીલ કરી દેવો જોઈએ અને જોવું જોઈએ કે તેમાં કોઈ ચેડાં ન થાય.” અન્ય એક વ્યક્તિએ લખ્યું, “મોટા ભાગે આવું થાય છે. અમે તેના વિશે અગાઉ પણ ફરિયાદ કરી છે. પરંતુ Zomato દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”