આ છોકરાઓનો ડાન્સ જોઈને તો લાખો લોકો થઇ ગયા ઈમ્પ્રેસ, રજનીકાંતનું આ ગીત પર ઝુમતા 17 મિલિયન કરતા વધારે લોકોએ જોયો વીડિયો, તમે પણ જુઓ
Children danced Kaavaalaa song : સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો ક્રેઝ આખી દુનિયામાં છવાયેલો છે. રજનીકાંતની એક્શન અને સ્ટાઇલના દીવાનાઓ તમને ઠેર ઠેર મળી જશે. ત્યારે જયારે પણ રજનીકાંતની કોઈ ફિલ્મ આવે છે ત્યારે સાઉથમાં તો ઉત્સવ જેવો માહોલ સર્જાતો હોય છે. હાલમાં જ રજનીકાંતની ફિલ્મ “જેલર” રિલીઝ થઇ ત્યારે તેને લઈને દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત છે, ત્યારે ફિલ્મનું એક સોંગ “કાવાલા” પણ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે અને લોકો તેના પર ડાન્સ વીડિયો પણ બનાવી રહ્યા છે.
વાયરલ થયો વીડિયો :
લોકોના મોઢા પર પણ હાલ આજ ગીત સંભળાઈ રહ્યું છે. આ ગીતમાં અભિનેત્રી તમન્નાએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. ત્યારે મોટાઓ તો ઠીક પરંતુ બાળકો પણ આ ગીતની નકલ કરવામાં પાછળ નથી. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. વાયરલ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર balramrj143 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.
સ્કૂલના બાળકોએ કર્યો ડાન્સ :
આ વીડિયોમાં બાળકો ‘વા નુ કેવલયા’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ક્લિપમાં જોઈ શકાય છે કે બાળકો શાળાના મેદાનમાં ઉભા છે. તેમણે બ્લુ શર્ટ અને બ્રાઉન પેન્ટ પહેરેલ છે. પછી બધા સાથે મળીને “કાવાલા” ગીત પર નાચવા લાગે છે. પરંતુ તેમની વચ્ચે એક બાળકના શાનદાર મૂવ્સ પણ જોવા મળી રહ્યા છે. તેણે ડાન્સ સ્ટેપ્સની બરાબર કોપી કર્યા છે. તેના પરફેક્ટ સ્ટેપ્સ જોઈને અન્ય બાળકો તેની નકલ કરી રહ્યા છે.
View this post on Instagram
લોકો પણ થયા ઈમ્પ્રેસ :
થોડા દિવસ પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેમજ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ બાળકના ડાન્સ પ્રતિભાના ખુબ જ વખાણ પણ કર્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે રજનીકાંતનું ગીત જ એવું છે કે ઝૂમવા માટે મજબુર થઇ જવાય. આ વીડિયોને અત્યાર સુધી 17.8 મિલિયન લોકો જોઈ ચુક્યા છે.