કિર્તીદાન ગઢવીએ પત્ની સોનલના જન્મ દિવસ પર ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા કર્યું દિલ જીતી લેનારું કામ, વીડિયોમાં બતાવ્યો નજારો, જુઓ
Kirtidan Gadhvi celebrated wife Sonal’s birthday : ગુજરાતની અંદર થોડા સમયમાં જ નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે, ત્યારે ગરબા રસિકો પણ આ તહેવારને માણવા માટે આતુર છે. ત્યારે ગુજરાતીઓ ગાયકો પણ ગરબામાં રમઝટ જમાવવા માટે ઉત્સુક છે. પરંતુ હાલ વિદેશમાં નવરાત્રીના આયોજનો થઇ રહ્યા છે અને ઘણા બધા ગુજરાતી કલાકારો હાલ વિદેશમાં ધૂમ પણ મચાવી રહ્યા છે અને વિદેશમાં રહેતા ગુજરાતીઓને પોતાના સુરના સથવારે ઝુમાવી પણ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં છે કિર્તીદાન :
ત્યારે એવા જ ગુજરાતના લોકલાડીલા કલાકાર જેને લોકો ડાયરા સમ્રાટ પણ કહે છે એ કિર્તીદાન ગઢવી પણ હાલ ઓસ્ટ્રેલિયામાં વબસ્તા ગુજરાતીઓને ઝુમાવી રહ્યા છે. કિર્તીદાન તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયોને પણ શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ તેમની પત્ની સોનલનો જન્મ દિવસ હતો, ત્યારે તેમને આ નિમિત્તે અનોખી ઉજવણી કરી.
પત્ની સોનલનો હતો જન્મ દિવસ :
કિર્તીદાન ગઢવી તેમના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે અને તેમની પત્ની પ્રત્યેનો પ્રેમ પણ કોઈથી છાનો નથી. તેઓ અવાર નવાર તેમના સોશિયલ મીડિયામાં તેમની પત્ની સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે. ત્યારે હાલ પત્નીનો જન્મ દિવસ હોય કિર્તીદાન ગઢવીએ આ દિવસને પત્ની માટે ખુબ જ ખાસ બનાવવા માટે અનોખું આયોજન કર્યું હતું.
ગીત ગાઈને આપી જન્મ દિવસની શુભકામનાઓ :
હાલ કિર્તીદાન ઓસ્ટ્રેલિયામાં છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એક સરસ મજાના લોકેશન પરથી એક શાનદાર ગીત રજૂ કર્યું હતું. તેમને પત્ની સોનલ માટે “મેરા દિલ યે પુકારે આજે” ગીત ગાવાનું શરૂ કર્યું. ગીતની બે કડીઓ ગાઈને કિર્તીદાને પત્ની સોનલને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવું છું તેવો સંદેશ પણ આપ્યો હતો. ત્યારે આ વીડિયોને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ચાહકોએ પણ કર્યું વિશ :
કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 2 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ 29 હજાર કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ ઉપરાંત તેમના ચાહકો કોમેન્ટ કરીને તેમની પત્નીના જન્મ દિવસ પર શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બાલ્કનીનો સુંદર નજારો પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
બીજો વીડીયો પણ કર્યો શેર :
આ ઉપરાંત કિર્તીદાને બીજો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમની પત્ની સાથેની કેટલીક યાદગાર પળો પણ શેર કરી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં કિર્તીદાનના જ અવાજમાં “તું મેરી જિંદગી હે” ગીત પણ સંભળાઈ રહ્યું છે. આ વીડિયોની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “મારી જીવન સંગની સોનલ ગઢવીને જન્મ દિવસની અનેકો ગણી શુભકામનાઓ !”
View this post on Instagram
ઓસ્ટ્રેલિયામાં ચાલે છે નવરાત્રી :
ત્યારે તેમના ચાહકો આ વીડિયોમાં પણ ઢગલાબંધ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પણ 2 લાખ 77 હજારથી વધારે લોકો જોઈ ચુક્યા છે અને 44 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે હાલ ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીનો માહોલ જામ્યો છે અને ત્યારે કિર્તીદાન ગઢવી પણ હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાંથી પણ તે પોતાના કાર્યક્રમના વીડિયો શેર કરતા રહે છે.