ક્યારે છે મહાશિવરાત્રી? જાણો પૂજા કરાવાની વિધિ અને શુભ મૂહુર્ત

ભગવાન શિવ શંકરને દેવોના દેવ કહેવાય છે અને એવુ પણ કહેવાય છે તે ભોળા છે જેથી ભક્તની ભક્તિથી તે જલદી પ્રસન્ન થઈ જાય છે. આમ તો શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ છે પરંતુ મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવાનું અનેરુ મહાત્મ્ય છે. જો આ દિવસે વિધવત રીતે શિવની પૂજા કરવામાં આવે તો ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન પણ આપે છે. તો આવો જાણીએ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ.

ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આમ તો વધારે કંઈ કરવાની જરૂર રહેતી નથી સૌ પ્રથમ તમારે મહાશિવરાત્રિને દિવસે વિધિવત રીતે શિવલિંગ પર અભિષેક કરવાનો રહેશે. આવુ કરવાથી શિવજી ખુબ પ્રસન્ન થાય છે. અને તેમના ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.

આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ 1 માર્ચને મંગળવારના દિવસે આવી રહ્યો છે. શિવરાત્રિના દિવસે ભોળાનાથી પૂજા કરવાનું શુભ મૂહુર્ત મંગળવારે સવારે 3.16થી બુધવારે સવારે 10.00 વાગ્યા સુધીનો છે.

શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે શિવરાત્રિના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠો અને સૌ પ્રથમ તમારી દૈનિક ક્રિયા પતાવો ત્યારબાદ શિવની પૂજા કરો. પૂજા માટે ગાયનું દૂધ,ગંગાજળ,કેસર અને મધથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરો. ત્યારબાદ બિલિપત્ર અને ફુલ ચઢાવો. સાથે અક્ષત પણ ચઢાવો, ભગવાન શિવને ધતુરાનું ફુલ પણ પ્રિય છે.

શિવલિંગ પર આ વસ્તુઓ ક્યારેય ન ચઢાવો

  • શિવલિંગ પર અમુક વસ્તુઓ ક્યારેય ન ચઢાવવી જોઈએ. કેમ કે આવી વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શિવ નારાજ થાય છે.
  • શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શિવલિંગ પર અભિષેક કરતી વખતે પેકેટબંધ દૂધ ક્યારેય ન ચઢાવો. કેમ કે આ દૂધમાં અનેક પ્રકારના કેમિકલ ભેળવેલા હોય છે.

  • આ ઉપરાંત ભગવાન શિવને ચંપા અને કેતકીનું ફુલ ક્યારેય ન ચઢાવો.
  • શિવલિંગ પર તૂટેલા ચોખા ક્યારેય ન ચઢાવો.
  • ભગવાન શિવને બિલિપત્ર પ્રિય છે પરંતુ ધ્યાન રાખો કે તેમને તુટેલા ફાટેલા બિલિપત્ર ન ચઢાવો.

  • આ ઉપરાંત શિવલિંગ પર ક્યારેય કંકુનું તિલક ન કરો.
  • જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરો ત્યારે સાથે સાથે નંદી મહારાજની પણ પૂજા અવશ્ય કરો.
YC