આ પાટા પર ચાલતી ટ્રેન નહિ પણ છે 5 સ્ટાર હોટલ ! જુઓ દેશની સૌથી મોંઘી ટ્રેન, ભાડું વિમાન કરતા અનેક ગણુ વધારે

ભારતીય રેલવેની સૌથી મોંઘી ટ્રેન, ટિકિટનું ભાડુ 20 લાખ…રાજા-મહારાજા વાળા ઠાઠ-માઠ, અંદરની તસવીરો જોઈને દિલ આપી દેશો

ટ્રેનની સફર સસ્તી અને સુલભ હોય છે. સામાન્ય રીતે જે ભાડુ બસમાં લાગે છે તેનાથી ઓછા રૂપિયામાં તમે ટ્રેનમાં લાંબી અને નાની દૂરીની યાત્રા કરી શકો છો, પણ જો તમને એ ખબર પડે કે એક ખાસ રેલમાં સફર ખરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે તો..હેરાન રહી ગયા ને તમે. જી હાં, દેશમાં મહારાજા એક્સપ્રેસ એક એવી ટ્રેન છે જેને ભારતની સૌથી મોંઘી ટ્રેન કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે ટ્રેન એક ચાલતી ફરતી 5 સ્ટાર હોટલની જેમ છે.

ટ્રેનમાં અંદર જતા જ યાત્રીઓને લાગે છે કે તેઓ કોઇ ખૂબ જ સારી હોટલમાં પહોંચી ગયા હોય. દેશની સૌથી મોંઘી ટ્રેન કહેવાતી મહારાજા એક્સપ્રેસને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ચલાવવામાં આવે છે. મહારાજા ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓ પણ એકદમ રોયલ છે અને અંદરથી તે આલીશાન મહેલ જેવી લાગે છે. આ ટ્રેન 7 દિવસ સુધી ચાર અલગ-અલગ રૂટ પર ચાલે છે.

તેમાં ‘ધ ઈન્ડિયન પેનોરમા’, ‘ટ્રેઝર્સ ઑફ ઈન્ડિયા’, ‘ધ ઈન્ડિયન સ્પ્લેન્ડર’ અને ‘ધ હેરિટેજ ઑફ ઈન્ડિયા’ રૂટનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કોઈપણ લક્ઝરી હોટલ કરતાં વધુ સુવિધાઓ આપવામાં આવી છે. ટ્રેનના ગેટને પણ એન્ટીક લુક આપવામાં આવ્યો છે અને અંદરની બધી જ ડિઝાઇન પણ ખૂબ જ સુંદર છે. ટ્રેનમાં તમને શાહી સિસ્ટમ જોવા મળશે. આ ઉપરાંત ટ્રેનમાં ડીલક્સ કેબિન અને સ્યુટની સુવિધા પણ મળે છે.

રેસ્ટોરન્ટ, લોન્જ બાર અને અન્ય સુવિધાઓ પણ ટ્રેનમાં ઉપલબ્ધ છે. મહારાજા એક્સપ્રેસ ટ્રેન ઓક્ટોબરથી એપ્રિલ સુધી 4 અલગ-અલગ રૂટ પર ચાલે છે અને તેનું ભાડું લગભગ 5 લાખથી 20 લાખ સુધીનું છે. કારણ કે આ ટ્રેનમાં ડીલક્સ કેબિન તેમજ સ્યુટ છે અને તમામના અલગ-અલગ ચાર્જ છે. દેશની સૌથી મોંઘી ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનમાં વર્લ્ડ ક્લાસ લક્ઝરી સુવિધાઓ વિશે જણાવી રહ્યો છે.

આ વીડિયો મહારાજા એક્સપ્રેસ ટ્રેનના સૌથી મોંઘા કોચનો છે, જેની ટિકિટની કિંમત જાણીને તમારું મગજ ચકરાઇ જશે. વીડિયોની શરૂઆતમાં કુશાગ્ર નામના વ્યક્તિએ મહારાજ એક્સપ્રેસનો સૂટ રૂમ બતાવ્યો છે. વિડિયોમાં ખાવાની જગ્યા ધરાવતો સ્યુટ રૂમ, શાવર સાથેનો બાથરૂમ અને બે માસ્ટર બેડરૂમ બતાવવામાં આવ્યા છે. વ્યક્તિએ જણાવ્યું કે આ સૂટનું ભાડું લગભગ 20 લાખ રૂપિયા છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યા બાદ લોકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે.

એક યુઝર્સે લખ્યું કે આમાં ટિકિટ લેવા કરતાં ફ્લેટ ખરીદવો વધુ સારું છે. જ્યારે એકે લખ્યું કે હું આ પૈસા પ્રોપર્ટીમાં રોકાણ કરી શકું છું. ત્રીજા યૂઝર્સે કહ્યું કે આનાથી હું આખી દુનિયાનો પ્રવાસ કરી શકીશ.જણાવી દઇએ કે, મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે તમારે રેલ્વે સ્ટેશન જવાની જરૂર નથી. તમે મહારાજા એક્સપ્રેસની વેબસાઈટ પરથી તમારા ઘરના આરામથી ટિકિટ બુક કરાવી શકો છો અને અલગ અલગ સ્યૂટની કિંમત પણ ચેક કરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Kushagra Tayal (@kushagratayal)

Shah Jina