તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : આ અભિનેત્રી રિયલ લાઈફમાં છે ખુબ જ હોટ અને કમાય છે કરોડો રૂપિયા, જાણો…

રિયલ લાઈફમાં ગ્લેમરસ છે માધવી ભિડે, જુઓ સોનાલિકા જોશીની સુંદર તસવીરો

ટીવીનો સૌથી જૂનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ લોકોના દિલ પર રાજ કરે છે. તેના બધા કિરદારોની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેમાંની એક છે માધવી ભિડે જેનું પાત્ર અભિનેત્રી સોનાલિકા જોશી નિભાવે છે.

માધવી ધારાવાહિકમાં એક પારિવારિક મહિલાના રૂપમાં દેખાડવામાં આવી છે. તે રિયલ લાઈફમાં પણ પરિવારના ખુબ જ નજીક છે પણ ત્યાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

માધવી ભીડે ઉર્ફ સોનાલિકા જોશીની કેટલીક જૂની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોનાલિકા જોશી ધારાવાહિકમાં આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવી આત્મારામ ભિડેનો કિરદાર કરતી જોવા મળે છે.

આત્મારામ બાળકોને ટ્યુશન ભણાવે છે અને માધવી તેની આર્થિક રીતે મદદ કરે છે તે અથાણાં અને પાપડનો બિઝનેસ કરે છે. શોમાં ભલે માધવી અથાણાં અને પાપડનો બિઝનેસ કરતી હોય પરંતુ રિયલ લાઈફમાં તે ફેશન ડિઝાઇનિંગના બિઝનેસ સાથે જોડાયેલી છે.

જેમાંથી તે કરોડોની કમાણી કરે છે. માધવી ભિડે એટલેકે સોનાલિકા જોશી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. તેને ઘણી બધી મરાઠી ધારાવાહિકોમાં કામ કરેલું છે. રિપોર્ટ અનુસાર સોનાલિકા તારક મહેતા શોના એક ધારાવાહિક માટે 25000 ચાર્જ લે છે.

સોનાલિકા જોશીનો જન્મ 5 જૂન 1976માં મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. તેને કોલેજમાં BAનો અભ્યાસ કર્યા પછી સમીર જોશી જોડે લગ્ન કરી લીધા હતા અને અત્યારે તેમને એક છોકરી પણ છે જેનું નામ આર્યા જોશી છે.

સોનાલિકા જોશી ઘણી વાર તેની છોકરી અને મિત્રો સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરતી હોય છે. સોનાલિકા જોશીના લગ્નને 19 વર્ષ થઇ ગયા છે. તે માટે સોનાલિકાએ સોશ્યિલ મિડિયા પર એક પોસ્ટ પણ મૂકી હતી.

સોનાલિકા જોશીએ લખ્યું હતું કે, ‘સાથે રહેતા પુરા થયા 19 વર્ષ,… તેની સ્માઈલ મારા મોઢા ઉપર છે.. અને હવે હજી એક વર્ષ એક-બીજાને શોધતા. એક વર્ષ વધુ યાદો બનાવવા.’ સોનાલિકા જોશી માધવી ભિડેના કિરદારમાં ચાહકોનું દિલ જીતવામાં હંમેશા સફળ રહી છે.

Patel Meet