અદ્દભુત-અજબગજબ ખબર

આ મશીન બનાવે છે જલેબી અને ઈમરતી, વિડીયો જોઈને લોકો દંગ રહી ગયા

આજકાલ આપણા દેશની અંદર લોકોએ ઘણા બધા જુગાડ શોધી લીધા છે. જેના વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે એવો જ એક જુગાડ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને એ છે એક મશીનનો જેમાંથી જલેબી અને ઈમરતી બની રહી છે. આ  વિડીયો જોઈને કોઈપણ દંગ રહી જાય તેમ છે.

Image Source

અત્યારે સુધી આપણે કોઈ ફરસાણની દુકાન ઉપર ગયા હોઈશું તો આપણે હલવાઈને કપડાંની અંદર જલેબીનું ખીરું ભરી અને જલેબી અથવા તો ઈમરતી બનવતા જોયા હશે, પરંતુ મશીન દ્વારા આ બંને વસ્તુઓ બને તો કેવું લાગે?

Image Source

હા, કદાચ તમને માન્યામાં નહીં આવે પરંતુ આ હકીકત છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મશીન દ્વારા જલેબી અને ઈમરતી બની રહ્યા છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને તેના ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

જલેબી અને ઈમરતી બનવવા વાળા આ મશીનનો વિડીયો લેફ્ટિનેન્ટ જનરલ જ્ઞાન ભૂષણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી શેર કર્યો છે. તેમને આ વિડીયો 17 ઓક્ટોમ્બરના રોજ શેર કર્યો હતો. આ મશીનની મદદથી થોડી જ વારમાં બહુ જ બાંધી ઈમરતી બનીને તૈયાર થતા જોઈ શકાય છે.

જલેબી અને ઈમરતી બનવવા વાળા મશીન પહેલા ઓટોમેટિક પાણીપુરીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીપુરી વાળો ગ્રાહકને પાણીપુરી ભરેલી પ્લેટ આપે છે અને ગ્રાહકને કહે છે કે તમે મશીન દ્વારા તમને મનગમતા પાણી અંદર ભરી શકો છો. આ મશીન પણ બધાને ખુબ જ પસંદ આવ્યું, કારણ કે પાણીમાં હાથ નાખ્યા વગર જ જે ફ્લેવરનું પાણી જોઈએ તેની નીચે પૂરીને લઇ જતા જ પાણી ભરાઈ જતું હતું.

તો બીજા એક વ્યક્તિએ પાણીપુરી એટીએમ પણ બનાવ્યું હતું. આ વિડીયો પણ ઘણો જ વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ મશીન વિશે સમજાવતો જોવા મળી રહ્યો છે. તે કહે છે કે પાણીપુરી મશીન એટીએમ જેવું કામ કરે છે. આ મશીનને તૈયાર કરવામાં તે વ્યક્તિને 6 મહિનાનો સમય લાગ્યો હતો. આ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે મશીનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. સૌથી પહેલા સ્ટાર્ટ બટન દબાવો, ત્યારબાદ સિલેક્ટ કરો અને ત્યારબાદ એક એક કરીને પાણીપુરી મશીનની બહાર આવે છે.