જુવાનિયાઓને પણ હંફાવી દે તેવા રમે છે આ માસી ગરબા, વીડિયોમાં તેમનો ઉત્સાહ જોઈને તમે પણ હેરાન રહી જશો

નવરાત્રીનો માહોલ જામી ગયો છે, ગઈકાલે પહેલી નવરાત્રીના રોજ જ શેરી ગરબાની રમઝટ જામેલી જોવા મળી હતી. આ દરમિયાન ગરબાના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. નવરાત્રીનો તહેવાર જ એવો છે જે નાના મોટા સૌના મનમાં અનેરો ઉત્સાહ જમાવી દે છે.

છેલ્લા બે વર્ષથી નવરાત્રી ઉપર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું, પરંતુ આ વર્ષે સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે ત્યારે ગરબા રસિકો પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે જ નવરાત્રીના એક દિવસ પહેલા જ ગરબા રમતા એક માસીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.વાયરલ  વીડિયોન અંદર જોવા મળી રહ્યું છે કે એક હોલની અંદર ઘણી બધી મહિલાઓ અને યુવતીઓ ગરબાના તાલે ઝૂમી રહી છે. આ  બધા વચ્ચે એક માસી પણ ગરબા રમતા જોવા મળે છે. ધીમે ધીમે બીજી બધી મહિલાઓ બહાર નીકળતી જાય છે અને આખરમાં એક યુવતી અને આ માસી જ ગરબે ઘુમતા જોવા મળે છે. જેમાં માસીનો ઉત્સાહ જોવા લાયક છે.

આ માસી ગરબાના તાલે એવા ઝૂમી રહ્યા છે એવા ઝૂમી રહ્યા છે જેને જોઈને જુવાનિયાઓને પણ હંફાવી દે. આ માસીનો ઉત્સાહ અને તમેની એનર્જી જોઈને ખરેખર તેમનો આ વીડિયો વાયરલ થવો બરાબર જ છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો “સાસુ વહુના ગરબા” કેપશન સાથે વાયરલ થઇ રહ્યો હતો.આ વાયરલ વીડિયોને જોતા એવું લાગે છે કે આ કોઈ ગરબા ક્લાસનો કે કોઈ સમારંભ દરમિયાન લેવામાં આવેલો વીડિયો હોઈ શકે છે. જો કે હજુ આ વીડિયો ક્યાંનો છે અને આ ગરબે ઘુમતા માસી કોણ છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ રહી, પરંતુ સોશિયલ મીડિયામાં આ મસીનો વીડિયો જોઈને લોકો તેમના ઉત્સાહને વધારી રહ્યા છે. સાથે જ તેમના જુસ્સાની પ્રસંશા પણ કરી રહ્યા છે.

દર વર્ષે નવરાત્રીમાં આવા ગરબા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે ગત વર્ષોમાં પણ એવા જ કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેને દર્શકોએ ખુબ જ પસંદ પણ કર્યા હતા. વિદેશી ધરતી ઉપર ગુજરાતીઓ દ્વારા ગરબાની રમઝટ જમાવતો વીડિયોને પણ ઘણા બધા લોકોએ નિહાળ્યો હતો. આ વીડિયોમાં પણ વિદેશી ધરતી ઉપર ગુજરાતી ગરબાનો રનગ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની અંદર દેશી ગરબાનું પણ ખુબ જ મહત્વ છે. ગામડાની અંદર એકદમ દેશી સ્ટાઇલમાં થતા ગરબાને લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. ત્યારે એવો પણ એક વીડિયો ગત વર્ષોમાં વાયરલ થયો હતો. જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આવા દુર્લભ ગરબા ભાગ્યે જ જોવા મળે એવું ઘણા લોકો કોમેન્ટ કરીને પણ જણાવી રહ્યા હતા.

Niraj Patel