આ વ્યક્તિએ પોતાનો લુક કર્યો ચેન્જ… ભિખારી જેવા કપડાં પહેરીને રોડ પર બેઠો ભીખ માંગવા માટે… જોઈને ચાહકોને પણ લાગ્યો ઝટકો… જુઓ વીડિયો

આ ફેમસ વ્યક્તિએ લઇ લીધી 24 કલાક સુધી ભિખારી બનવાની ચેલેન્જ.. લુક બદલ્યો અને પછી કર્યું એવું કામ કે જોઈને સૌ કોઈ રહી ગયા હેરાન.. જુઓ વીડિયો

છેલ્લા થોડા વર્ષોની અંદર સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધ્યું છે અને આજે ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો સોશિયલ મીડિયા દ્વારા સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે જનતા અને તેમના ચાહકોને પણ તે રોજ કંઈક નવું નવું કંટેટ પણ આપતા હોય છે. ત્યારે ઘણા લોકો કેટલીકવાર દર્શકોને કંઈક અલગ બતાવવા માટે એવા કામ કરે છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

આવું જ એક કારનામુ એક યુટ્યૂબરે પણ કર્યું છે. તે જાણવા માંગતો હતો કે આખરે ભિખારીઓ કેવી જિંદગી જીવે છે અને તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આ જાણવા માટે પ્રખ્યાત યુટ્યુબ ક્રિએટર રોહિત સાધવાણી 24 કલાક ભિખારી રહ્યા. રોહિત સાધવાણી મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. આ દરમિયાન તેણે પોતાની પાસે માત્ર પાણીની બોટલ રાખી હતી.

સૌથી પહેલા તે મંદિરની બહાર જઈને બેસી ગયો. ત્યારે તેને ભીખ માંગવામાં માત્ર 5 રૂપિયા મળતા હતા. પછી તેણે કેટલાક લોકો પાસે ખાવાનું માંગ્યું અને ઘણાએ આપવાનો ઇનકાર કર્યો. જોકે, શાકભાજી વેચનાર પાસેથી ગાજર અને ફળ વેચનાર પાસેથી કેળું મળ્યું. આમને આમ ઘણા કલાકો વીતી ગયા.

આ દરમિયાન રોહિતને ઘણી વસ્તુઓનો અનુભવ થયો. તેને ખબર પડી કે કેટલાક લોકો ખરેખર ભિખારી છે અને તેથી તેઓ જરૂરિયાતમંદ હોવાથી ભીખ માંગે છે. જ્યારે કેટલાક ભિખારીઓને જોઈને લાગ્યું કે તેઓ કોઈ ગેંગનો ભાગ છે. આ સાથે તેને એ પણ ખબર પડી કે ભિખારી બનવું કેટલું મુશ્કેલ છે. તેમને એવા લોકો મળ્યા જેઓ માનસિક રીતે બીમાર છે.

એક માણસ એકાંતમાં ગણગણાટ કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિતને માથાનો દુખાવો થવા લાગ્યો હતો. તેણે કહ્યું કે આ કામમાં ઘણા કલાકો સુધી નિષ્ક્રિય બેસી રહેવાથી વ્યક્તિ વિચારમાં ખોવાઈ જાય છે. તેની પાસે કંઈ કરવાનું નથી. રોહિતે વધુમાં કહ્યું કે ભિખારીના ગેટઅપમાં આવ્યા બાદ તેને એ પણ ખબર પડી કે આ ક્ષેત્રમાં ખોરાક પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. 10 માંથી 7 લોકો આપે છે. ઘણા લોકોએ તેમને ભોજન પણ આપ્યું છે, પરંતુ તેમને બહુ ઓછા પૈસા મળે છે.

તે 24 કલાકમાં રૂ.30 મેળવવામાં સફળ રહ્યો હતો. ખુલ્લા પગે ચાલવાને કારણે તેના પગમાં પણ છાલાંઓ પડી ગયા હતા. આ સિવાય તેને બીજી એક વાત પણ લાગી. તેને જોઈને લોકો ભાગવા લાગ્યા હતા. જ્યારે તે ભિખારીની જેમ શેરીઓમાં ફરતો હતો, તે દરમિયાન તેના મિત્રોએ આ વીડિયો બનાવ્યો હતો. જેને હવે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel