...
   

કોક્રોચ અને વાળ બાદ હવે અમદાવાદની આ નામી રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા ગયેલા યુવકના બર્ગરમાંથી નીકળી જીવતી ઈયળ, જોઈને ચીતરી ચઢી જશે

અમદાવાદની વધુ એક નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઇયળ, જુઓ વીડિયો

Live Caterpillar Comes Out Of Burger : છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અલગ અલગ રેસ્ટોરન્ટમાંથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. વળી દિવાળીના તહેવારો નિમિત્તે તો આવી ઘણી ઘટનાઓ જોવા મળી. ખાણીપીણીની વસ્તુઓ ઉપરાંત ડ્રાયફ્રુટમાં પણ ઈયળો નીકળવાની ઘટનાઓ સામે આવતી જોવા મળી હતી. તેમાં પણ અમદાવાદમાં તો હવે આવી ઘટનાઓ છાસવારે સામે આવે છે. હાલ અમદાવાદના વધુ એક રેસ્ટોરન્ટના ફૂડમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે.

બર્ગરમાંથી નીકળી જીવતી જીવાત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા માણકી સર્કલ પાસેના રિયલ પેપ્રીકા પીઝા સેન્ટરમાં નિખિલ નામનો એક યુવક બર્ગર અને પીઝા ખાવા માટે ગયો હતો. જ્યાં તેને એક બર્ગર અને એક પીઝાનો ઓર્ડર આપ્યો. જયારે તેનો ઓર્ડર આવ્યો ત્યારે તેને બર્ગરનો એક ટુકડો ખાધો અને અંદર તેને કોઈ જીવાત જેવું જોવા મળતા જ તેના હોશ ઉડી ગયા હતા. તેને બર્ગર વચ્ચે જ એક જીવતી ઈયળ જોવા મળી હતી.

યુવકે કરી ફરિયાદ :

જેના બાદ તેને ખાધેલું બર્ગર અધૂરું મૂકી દીધું અને મેનેજરને આ અંગે જાણ કરી હતી. જેના બાદ યુવકે બર્ગરમાંથી નીકળેલી આ જીવતી ઈયળ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી હતી. ત્યારે હવે અમદાવાદમાં વધુ એક ખાણીપીણીની જગ્યામાંથી ફૂડમાં જીવાત નીકળતા શહેરવાસીઓમાં પણ બહારની ખાણીપીણીને લઈને ચિંતા પેસી ગઈ છે. છેલ્લા થોડા સમયમાં જ અમદાવાદના જાણીતા રેસ્ટોરન્ટોમાંથી પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.

લોકોમાં જોવા મળ્યો રોષ :

બહાર ખાણીપીણીના શોખીનો પણ આવી ઘટનાઓને લઈને રોષ જોવા મળે છે અને મ્યુનિસપિલ કૉર્પરોરેશનના ફૂડ વિભાગ દ્વારા બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં કડક ચેકીંગ હાથ ધરાતું ના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. લોકોની માંગ છે કે આવા રેસ્ટોરન્ટમાં કડક ચેકીંગ કરી અને દંડની સાથે સાથે રેસ્ટોરન્ટ પણ સીલ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ફૂડ વિભાગ દ્વારા ફક્ત 10થી 15 હજાર રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે.

SOURCE: DIVYABHASKAR

Niraj Patel