ખબર

1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર- અત્યારે જ વાંચો

સરકારે ફરી એકવાર બેન્કિંગ સેક્ટરથી લઈને જીએસટી અને બીજા ઘણા સેક્ટરો સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે, જે આવતી કાલ એટલે કે 1 ઓક્ટોબર 2019થી લાગુ પડી રહયા છે. જીએસટી સાથે જોડાયેલા બધા જ ફેરફાર સીધી રીતે સામાન્ય લોકોના ખીસા સાથે જોડાયેલા છે, જેના કારણે કેટલીક વસ્તુઓ સસ્તી થઇ જશે તો કેટલીક વસ્તુઓ મોંઘી થઇ જશે. સાથે જ આ ફેરફારોમાં હોટલના ભાડાંઓ, એસબીઆઈ બેન્કની સુવિધાઓ, ડ્રાઇવિંગ લાયસન્સનો પણ સમાવેશ થાય છે.

Image Source

– 1 ઓક્ટોબરથી આખા દેશમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ બનશે. નવા નિયમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ-RC બુકના રંગ રૂપ એક જેવા જ થઇ જશે. બંને પર માઇક્રોચિપ અને QR કોડ આપવામાં આવશે. QR કોડ સ્કેન કરવા પર ટ્રાફિક પોલીસ ગાડી અને ડ્રાઇવરની ઓળખ કરી શકશે. આનાથી નકલી લાયસન્સ નહિ બની શકે અને બધું જ કામ ઓનલાઇન થશે.

– હોટલ ભાડામાં GST ઘટી ગયો છે. 1000 થી 7500 રૂપિયા સુધીની હોટલના રૂમ પર 12% GST લાગશે, જે અત્યાર સુધી 18% હતો. કરવામાં આવ્યો. તો બીજી તરફ 7500 રૂપિયાથી વધારે કિંમતના હોટલના રૂમ પર 28% ની જગ્યાએ 18% GST લાગશે અને 1000 રૂપિયાથી ઓછી કિંમતના હોટલના રૂમ પર કોઇ GST નહી લાગે.

– એસબીઆઈના ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર જે દંડ લાગતો હતો એ 80 ટકા ઘટી જશે. જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ભરાવતા હતા, તો 0.75 ટકા કેશબેક મળતું હતું, જે હવેથી નહિ મળે. હવેથી એસબીઆઈ દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે અને બીજા શહેરોમાં 12 ટ્રાન્ઝેક્શન ફ્રી આપશે.

Image Source

– 5 કરોડથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને હવેથી GSTR-1ને બદલે GST એનેક્સ 1 ફોર્મ ભરવુ પડશે. નાના વેપારીઓ માટે જાન્યુઆરી 2020થી આ ફોર્મ ફરજિયાત બનાવવામાં આવશે. મોટા ટેક્સ ભરનાર ઓક્ટોબર અને નવેમ્બર માટે GSTR 3B ફોર્મ ભરશે.

– કેન્દ્ર સશસ્ત્ર પોલીસ બળના પેન્શનના નિયમોમાં ફેરફાર 1 ઓક્ટોબરથી લાગૂ પડશે. જેમાં કેન્દ્રીય કર્મચારીની સેવા સાત વર્ષથી વધુ હોય અને તેનુ મોત થાય તો પરિવારને છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે મળતી હતી, જે ફેરફાર બાદ હવે સર્વિસને સાત વર્ષ પૂરા ના થયા હોય તો પરિવારને પેન્શનનો લાભ આપવામાં આવશે.

– સરકાર 1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરશે. ગયા મહિને એક સપ્ટેમ્બરે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કરવામાંથી દિલ્હીમાં 14.2 કિલોના બાટલાની કિંમત રૂ.590 પર પહોંચી ગઈ હતી.

Image Source

– SBIએ 1 ઓક્ટોબરથી પોતાની લોન વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે, તેનાથી ગ્રાહકોને 0.30% સસ્તા દરે હોમ અને ઓટો લોન મળી શકશે. SBI ઉપરાંત યુનિયન બેંક ઑફ ઈન્ડિયા, સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈંડિયન બેંક, પ્રાઈવેટ સેક્ટરની ફેડરલ બેંક પણ 1 ઓક્ટોબરથી લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.