નશાબંધી ખાતાનો ખુલાસો : ગિફ્ટ સિટીમાં દારુ નહીં પી શકે આ લોકો, જલ્દી જાણો વધુ વિગત

જ્યારથી સરકારે ગાંધીનગરના ગિફ્ટમાં દારૂની છૂટ આપી છે ત્યારથી ચારેકોર તેની જ ચર્ચા થઇ રહી છે. જો કે, ‘વાઇન એન્ડ ડાઇન’ની સુવિધા પૂરી પાડતી હળવી દારૂબંધીની નીતિ અંગે રાજ્ય સરકારે હજી સત્તાવાર સરકારી ઠરાવ બહાર નથી પાડ્યો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારુની છૂટ નશાબંધી અને આબકારી વિભાગે આપી છે, જો કે હજુ સુધી તેનું સત્તાવાર નોટિફિકેશન બહાર નથી પડાયું. એવું કહેવાઇ રહ્યુ છે કે આ માટે હજુ એક સપ્તાહ જેટલો સમય લાગશે. પણ આ પહેલા એક મોટો ખુલાસો થયો છે.

નશાબંધી અને આબકારી વિભાગનો ખુલાસો

ગિફ્ટ સિટીમાં દારુની છૂટ મળ્યાં પછી જેમની પણ પાસે કાયદેસરની પરમિટ છે તે લોકો ખુશ થઇ ગયા છે અને તેમને એવું છે કે હવે ગિફ્ટ સિટીમાં પણ સરકારી ભાવે પીવા મળશે, પણ શું ખરેખર દારુની પરમિટવાળા લોકો ગિફ્ટ સિટીમાં જઈને દારુ પી શકશે ? આને લઈને હાલમાં ખુલાસો થયો છે. રીપોર્ટ્સ અનુસાર, નશાબંધી અને આબકારી વિભાગના એક અધિકારી અનુસાર ગિફ્ટ સિટીમાં પીવા માટે જેની પાસે હાલ દારૂની પરમિટ છે તેવા ધારકો નવી છૂટછાટ હેઠળ તેનો ઉપયોગ નહીં કરી શકે.

ગિફ્ટ સિટીમાં કોણ દારુ નહીં પી શકે

આ ઉપરાંત જ્યાં સુધી સરકાર જાહેરનામું બહાર ન પાડે ત્યાં સુધી નવો કાયદો પણ નહિ લાગુ પડે. હાલના પરમિટ ધારકો, એટલે કે હેલ્થ પરમિટ ધારકો, વિઝિટર પરમિટ ધારકો અને ટૂરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારુ નહીં પી શકે. ગિફ્ટ સિટી વિસ્તારમાં નવા કાયદાનો ભંગ કરનારાઓ – પછી તે લાઇસન્સિંગ ઓથોરિટી હોય કે પરમિટ ધારકો, હાલના ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ અન્ય લાગુ કાયદાઓ સાથે કાર્યવાહી કરી શકાય છે.

Shah Jina