એક રાતનું ભાડું 17 લાખ, આટલી આલીશાન હોટેલમાં રહે છે ફૂટબોલર સ્ટાર મેસ્સી ,જુઓ અંદરની તસવીરો

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ તાજેતરમાં પેરિસ સેન્ટ જર્મન (PSG) ફૂટબોલ ક્લબ સાથે કરાર કર્યો છે. 21 વર્ષ સુધી બાર્સેલોના તરફથી રમનાર મેસ્સી હવે PSG તરફથી રમતા જોવા મળશે. અહેવાલો અનુસાર મેસ્સી તેની પત્ની અને ત્રણ બાળકો પેરિસની લે રોયલ મોન્સેઉ હોટલમાં રોકાયા છે. આ હોટલ વિશ્વની સૌથી મોંઘી હોટલોમાંની એક છે.

અહેવાલો અનુસાર જ્યાં મેસ્સી તેની પત્ની એન્ટોનેલા અને તેમના ત્રણ બાળકો જે પેરિસની લે રોયલ મોન્સેઉ હોટલમાં રહે છે એક રાતનો ખર્ચ 20 હજાર યુરો એટલેકે 17.5 લાખ રૂપિયા છે.

આ ફાઇવ સ્ટાર હોટેલમાં પૂલ, સિનેમા હોલ અને અનેક રેસ્ટોરન્ટ્સ છે. આ સિવાય આ હોટલમાં ઘણી ફ્રેન્ચ વાનગીઓ પણ ઉપલબ્ધ છે. આ હોટલ પેરિસની ખૂબ જ શાનદાર જગ્યા પર સ્થિત છે. આનો અર્થ એ છે કે 34 વર્ષીય મેસી આ હોટલમાંથી સુંદર દૃશ્યો માણી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આર્જેન્ટિનાના 34 વર્ષીય અનુભવી ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ PSG સાથે બે વર્ષનો કરાર કર્યો છે. આ મુજબ મેસ્સીને વાર્ષિક લગભગ 35 મિલિયન યુરો (3 અબજ રૂપિયા) મળશે.

આ પગાર ઉપરાંત તેને બ્રાન્ડ વેલ્યુ પણ ચૂકવવામાં આવશે જેમાં જર્સીના વેચાણનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે PSG વેબસાઇટ પર મેસીની જર્સી નંબર 30 રિલીઝ થયાની 30 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી.

મેસ્સીનો કુલ પગાર 35 મિલિયન યુરો (અંદાજે ત્રણ અબજ રૂપિયા) હશે જે નેમાર (37 મિલિયન યુરો એટલે કે લગભગ ત્રણ અબજ 22 કરોડ રૂપિયા) કરતાં ઓછો છે. મેસ્સીએ બાર્સેલોના ક્લબ દ્વારા આયોજિત વિદાય સમારંભમાં કહ્યું હતું કે તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતો નથી.

અહીંના કેમ્પ નૌ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મેસ્સી પોતાના સંબોધન પહેલા ભાવનાત્મક રીતે રડવા લાગ્યા હતા.આ એ જ હોટલ છે જ્યાં પીએસજીમાં જોડાયા બાદ નેમાર રોકાયો હતો.

પછી વર્ષ 2017માં સ્ટ્રાઈકર નેમારને ફ્રાન્સમાં તેનું નવું નિવાસસ્થાન શોધી લીધું હતું. નોંધપાત્ર બાબત એ છે કે મેસ્સી બાર્સિલોના માટે સૌથી વધુ ગોલ (672) કરનાર ખેલાડી છે. તેણે બાર્સેલોના સાથે રેકોર્ડ 778 મેચ રમી છે. તેનું નામ વિશ્વના સૌથી મોટા ફૂટબોલ ખેલાડીઓમાંનું એક છે.

Patel Meet