જવાબદારીઓથી ભાગવું એટલું સરળ નથી હોતું, એ જંગલનો રાજા સિંહ હોય કે પછી માણસ, જુઓ વીડિયો

આપણી આસપાસ આપણે ઘણા એવા લોકોને જોયા હશે જે પોતાની જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવતા હોય છે તો ઘણા એવા લોકોને પણ જોયા હશે જે પોતાની જવાબદારીઓથી હંમેશા ભાગતા હોય છે. માત્ર માણસો જ નહિ પ્રાણીઓ પણ આવા જ હોય છે.

સોશિયલ મીડિયા ઉપર એક સિંહનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને પણ ઘણું બધું શીખવા મળે છે. શ્રીલા રોય નામની ટ્વીટર યુઝર્સ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોનું કેપશન આપતા તેમને લખ્યું છે કે, “જવાબદારીઓથી ભાગવું એટલું સરળ નથી હોતું?”  લોકોએ સિંહ અને તેના બાળકોનો આ વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યા છે કે આ ખુબ જ રેર વીડિયો છે કારણ બાળકો મોટાભાગે તેમની મા પાસે જ જોવા મળે છે.

વીડિયોની અંદર જોઈ શકાય કે એક સિંહ પોતાના બાળકોથી દૂર જવા માંગે છે, અને બાળકો પણ સિંહની પાછળ પાછળ જતા જોવા મળી રહ્યા છે. તમે પણ જુઓ આ શાનદાર વીડિયો.

Niraj Patel