રસોઈ

આવી રીતે બનાવો લીલવાની કચોરી, બધા ખાતા જશે ને તમારા વખાણ કરતા જશે !!

શિયાળો આવે એટ્લે લીલાવાની કચોરી ખાવાનું ને બનાવવાનું દરેકને મન થાય. અને થાય પણ કેમ નહી, માર્કેટમાં લીલી તુવેર અને વટાણા કેવા તાજા તાજા મળે છે. ને બનાવવામાં પણ એટલી જ સહેલી પડે છે ને ટેસ્ટ પણ ખાટો-મીઠો ને ચટપટો હોવાથી દરેકને પસંદ પણ આવે છે ને નાના મોટા દરેક સભ્યો ખુશી ખુશી ખાય પણ છે. તો આજે નોંધી લો લીલાવાની કચોરી બનાવવાની વીડિયો ને ફોટા સાથેની રેસીપી. તો ક્યારે બનાવો છો અમારી રેસીપી જોઈને ?? કોમેંટમાં જરૂર લખજો !!

સામગ્રી

 • તુવેર ના દાણા 300 ગ્રામ
 • તેલ 2 ચમચી
 • સફેદ તલ 1 ચમચી
 • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
 • મીઠુ સ્વાદ અનુસાર
 • ધાણા 1 મોટી ચમચી
 • ગરમ મસાલો 1 ચમચી
 • લીંબુ નો રસ 1 ચમચી
 • ખાંડ 1/2 ચમચી
 • લોટ બાંધવા માટે
 • મેદો 11/2 કપ
 • અજમો 1/2 ચમચી
 • મીઠુ 1/2 ચમચી
 • તેલ 2 ચમચી
 • પાણી જરૂર મુજબ
 • તેલ તળવા માટે

રીત
સૌપ્રથમ તુવેર ના દાણા ને મિક્સર માં પીસી લો અને પછી એને એક પેન માં તેલ મૂકી એમાં સફેદ તલ આદુ લસણ ની પેસ્ટ એડ કરો ને બે મિનિટ માટે સાંતળો.
પછી એમાં તુવેર નુ મિક્સરમાં ક્રશ કરેલ પેસ્ટ ને એડ કરો અને બરોબર હલાવી ને ફ્રાય કરો. પછી એમાં ગરમ મસાલો ખાંડ એડ કરો અને લીંબુ નો રસ એડ કરી ને બરોબર સેકી લો
અને પછી એમાં ધાણા એડ કરી લો અને મિક્સ કરી લો તૈયાર છે આપણું તુવેર પુરણ બની ગયું છે.
હવે કચોરી બનાવવા માટે મેદા નો લોટ બાંધી લો અને થોડો કઠણ રાખવાનો છે જેથી કચોરીનું પળ એકદમ ક્રિસ્પી બને.
પછી તેને પુરી ની જેમ વણી લો અને એમાં તુવેર નુ મિક્સર એડ કરી ને ગોળ વાળી લો.
આવી રીતે જ બધી કચોરી બનાવી લેવાની છે.
પછી તેલ ને ગરમ કરવા મુકો અને કચોરી ને તળી લો .
અને થોડી લાલ થાય એટલે એને એક પ્લેટમાં કાઢી લો તૈયાર છે લીલવા ની કચોરી..ખાટી મીઠી ચટણી સાથે એક પ્લેટમાં લઈને ગરમા ગરમ સર્વ કરો.
ઠંડી ની સીઝન માં જ તાજી તાજી તુવેર ની કચોરી બનાવી ને તમારા ફેમિલી ને જરૂર થી બનાવી ને ખવડાવજો અને જણાવજો કેવી લાગી લીલવા ની કચોરી

રેસીપી ની લિંક

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw
Author : Gujarati Kitchen (GujjuRocks Team)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ