હરણને લાગ્યું કે દીપડો પાણી પીવા આવે છે અને ચાલાકીથી કામ કરી નાખ્યું તમામ, જુઓ વીડિયો

પ્રાણીઓ પણ ખુબ જ ચાલાક હોય છે… જોઈ લો આ દીપડાને… તળાવના કિનારે ઘાસ ખાઈ રહેલા હરણને એવી રીતે છેતરી લીધું કે તેને ગંધ પણ ના આવી…

Leopard Hunting Young Steenbuck : જંગલની અંદર હંમેશા મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે અને તે નાના પ્રાણીઓના શિકાર કરવા માટે ઘણીવાર એવી ચાલાકી વાપરતા હોય છે કે તેને જોઈને સૌ કોઈ હેરાન રહી જાય. આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને તેને લાખો લોકો જોતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દીપડો હરણનો શિકાર કરવા માટે એવી ચાલાકી વાપરે છે કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

દીપડાએ હરણને ખબર ના પડવા દીધી :

આ વીડિયો @wildtrails.in પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે એક હરણ પાણીની નજીક ઘાસ ખાઈ રહ્યું છે અને તેની પાછળ થોડી ઊંચાઈએ એક દીપડો રમતિયાળ રીતે ચાલી રહ્યો છે. દીપડો એવી રીતે ચાલી રહ્યો છે કે તેને જાણે હરણને જોયું જ નથી અને તે આરામથી પાણી પીવા આવી રહ્યો છે. પહેલા હરણ વિચારે છે કે દીપડો હુમલો નહીં કરે, તે માત્ર પાણી પીવા આવ્યો હશે.

અચાનક કર્યો હુમલો :

પરંતુ જેમ જ હરણને શંકા જાય છે અને તેનો જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યારે દીપડો તેને ગળાથી પકડી લે છે. અને જ્યાં સુધી હરણ મરી ન જાય ત્યાં સુધી તેને છોડતો નથી. આ વિડિયો જોયા પછી તમે જોતા જ રહી જશો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે અને આ ઘટનાને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

વીડિયોએ ઉડાવ્યા હોશ :

આ વિડિયો સાથેનું કૅપ્શનમાં લખ્યું છે “આ તકવાદી શિકારનું સૌથી અદભૂત ઉદાહરણ છે. આ માદા દીપડાએ હમણાં જ ઈમ્પાલા ખાઈ લીધી હતી. તેણી અને તેના બાળકો નજીકના તળાવમાં પાણી પીવા ગયા હતા. દીપડાથી અજાણ એક હરણ કાંઠા પરનું ઘાસ ખાઈ રહ્યું હતું. હરણ અને દીપડાને છેલ્લી સેકન્ડ સુધી એકબીજાની હાજરીનો અહેસાસ થયો ન હતો.”

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

Niraj Patel