ગામમાં ઘુસેલા દીપડાએ પીધુ હાંડા માંથી પાણી, ફસાઈ ગયું માથું.. લોકો નીકાળવા ગયા તો દીપડાએ….જુઓ વીડિયોમાં

ગામમાં ઘુસેલા દીપડાએ પીધુ લોખંડના માટલામાંથી પાણી, ફસાઇ ગયુ માથુ, કલાકો સુધી ફસાયેલા માથા સાથે તડપતો રહ્યો દીપડો

મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક ગામમાં નર દીપડાનું માથું પાંચ કલાક સુધી લોખંડના માટલામાં અટવાયું હતું. ભયભીત દીપડો પાંચ કલાક સુધી સંઘર્ષ કરતો રહ્યો પણ બહાર નીકળી શક્યો નહીં. બાદમાં વન વિભાગના અધિકારીઓએ તેને બેભાન કરી તેના માથુ બહાર કાઢ્યુ. ANIએ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.

આ વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “ધુલે જિલ્લાના એક ગામમાં નર દીપડાને ધાતુના વાસણમાં માથું ફસાઈને પાંચ કલાક પસાર કર્યા બાદ વન વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.” અહેવાલો અનુસાર, દીપડો પાણીની શોધમાં ભટકતો હતો અને તે દરમિયાન માટલામાં તેનું માથુ ફસાઈ ગયુ, આ પછી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી. આ ઘટના 2 માર્ચ શનિવારના રોજ ધુલેના સકરી તાલુકાના શિવારા ગામમાં બની હતી.

ગામમાં સવારે સાત વાગ્યાના સુમારે ગામની ગૌશાળાની આસપાસ એક નર અને માદા દીપડો પાણી શોધતા જોવા મળ્યા હતા. તાંબાના વાસણમાં પાણી હતું, પરંતુ વાસણનું મોં સાંકડું હોવાને કારણે પાણી પીવાના પ્રયાસમાં દીપડાનું માથું ફસાઈ ગયું હતું. દીપડો પોતાનું માથુ બહાર કાઢતા કાઢતા થાક્યો અને દીપડાને આ હાલતમાં જોતા ગ્રામજનોએ તેને બચાવવા વન વિભાગની ટીમને જાણ કરી.

આ પછી વન વિભાગના અધિકારીઓએ પહોંચી તેને બચાવી લીધો. દીપડાના શરીરમાં ઓક્સિજનની કમી હતી, ત્યારબાદ તેને મશીન દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો. થોડા સમય પછી દીપડો ભાનમાં આવ્યો અને તેની હાલત સ્થિર થઈ ગઈ. વન વિભાગના અધિકારીઓ દીપડાને પોતાની સાથે લઈ ગયા હતા. તેને થોડા કલાકો સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

Shah Jina