રસ્તા વચ્ચે અચાનક જ દીપડાએ શ્વાન ઉપર કરી દીધો હુમલો, પરંતુ શ્વાને જે કર્યું તે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો હેરાન કરી દેનારા પણ હોય છે તો ઘણા વીડિયોની અંદર એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ખાસ કરીને વન્ય જીવોની એવી એવી ઘટનાઓના વીડિયો સામે આવે છે તે જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દીપડા અને શ્વાન વચ્ચે થતી ઘમાસમી જોઈ શકાય છે. દીપડાની તાકાત સામે માણસ પણ હિંમત હારી જાય છે. ત્યારે આ શ્વાન બહાદુરીથી દીપડાનો સામનો કરતા જોઈ શકાય છે. આ વીડિયો જંગલ સફારી દરમિયાન કેમેરામાં કેદ થઇ ગયો હતો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક શ્વાન રસ્તા વચ્ચે બેઠો છે. તે રસ્તામાં બેસીને આરામ કરતો હોય છે ત્યારે જ એક દીપડો ત્યાં આવી જાય છે. શ્વાનને જયારે દીપડાના તેની નજીક હોવાનો આભાસ થાય છે ત્યારે તે પોતાને બચાવવાના પ્રયત્નોમાં લાગી જાય છે. ગજબ તો ત્યારે થઇ ગયું જયારે શ્વાને એક વાર પણ દીપડાને પોતાના ઉપર હાવી ના થવા દીધો અને જેનું પરિણામ પણ કમાલનું રહ્યું.

16 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે શ્વાન દીપડાથી ડરતું નથી અને સતત તેની સામે ભસતું રહે છે. થોડીવાર સુધી દીપડો પણ શ્વાનને જોતો રહે છે અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે. જોકે અંતમાં શું થયું હશે તેની કોઈ માહિતી મળી નથી,. આ વીડિયો ક્યાંનો છે અને ક્યાં સમયનો છે તેના વિશેની પણ કોઈ પુષ્ટિ નથી થઇ રહી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel