દુ:ખદ ખબર ! પદ્મશ્રીથી મશહૂર સિંગરનું 72ની ઉંમરે નિધન – કરોડો ફેન્સ થઇ ગયા નિરાશ

એન્ટરટેઇનમેન્ટ જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે, લેજેન્ડરી સિંગર પંકજ ઉધાસનું નિધન થઇ ગયુ છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસની દીકરી નાયાબ ઉધાસે સિંગરના નિધનની ખબરને શેર કરી.

પોસ્ટમાં તેણે લખ્યુ- ઘણા દુખ સાથે અમારે તમને એ કહેવુ પડે છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા. રીપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસનું નિધન આજે સવારે 11 વાગ્યે બ્રીચ કૈંડી હોસ્પિટલમાં થયુ હતુ. તે લાંબા સમયથી બીમાર હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ઠીક નહોતી. સિંગરના નિધનની ખબર બાદ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં માતમ ફેલાઇ ગયો છે. પંકજ જેવા ગઝલ સિંગરનું આવ રીતે દુનિયા છોડી જવું ચાહકોને ગમગીન કરી રહ્યુ છે. પંકજ ઉધાસના નિધનની ખબર સામે આવતા જ બધા સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

Shah Jina